આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat Weather: રાજ્યમાં પવનોની દિશા બદલાતા થઈ રહ્યો છે મિશ્ર ઋતુનો અનુભવ…

અમદાવાદઃ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જમ્મૂ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત પર તેની મોટી અસર જોવા મળી છે. વહેલી સવારે લાગતી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતુ બે-ત્રણ દિવસ બાદ ફરી ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે. જોકે, હાલના દિવસોમાં મિશ્ર ઋતુ રહેતી હોવાના કારણે રોગચાળામાં પણ વધારો નોંધાયો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભાગમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં સૌથી નીચું નલિયામાં 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Also read : ખ્યાતિ બાદ વધુ એક હૉસ્પિટલ વિવાદમાં, આયુષ્માન યોજનામાં કર્યું 18 લાખનું કૌભાંડ

દિવસ દરમિયાન ગરમી વધશે

ગુજરાતના હવામાનમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે ગરમીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન હવે 10ની ઉપર નોંધાઈ રહ્યું છે. બપોરના સમયે તાપમાનનો પારો 35ને પાર કરી રહ્યો છે. આગામી સમયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગે કરેલી આગાહીમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી નીચું નલિયામાં 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે સૌથી ઊંચું મહત્તમ તાપમાન વેરાવળમાં 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 13 ડિગ્રી, મહુવામાં 14 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી, કેશોદમાં 15 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી, ડિગ્રી, પોરબંદર 15 ડિગ્રી, મહુવા 14 ડિગ્રી, કેશોદ 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Also read : ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ પડશે એસી, કૂલરની જરૂર; ઉનાળામાં ગરમી ગાભા કાઢશે

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે

રાજ્યમાં થોડા દિવસોથી હવામાનમાં મોટા પ્રમાણમાં ફેરફાર થઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. ગરમી અને ઠંડીના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button