આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujaratમાં  હવામાન બદલાયું,  લઘુત્તમ તાપમાન ઘટ્યું, ઠંડીની ધીમી શરૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)સામાન્ય રીતે નવેમ્બર મહિનાના મધ્યભાગથી દિવસ દરમિયાન ઠંડી વધવા લાગતી હોય છે. જોકે હજી પણ બપોરના સમયે થોડી ગરમી અનુભવાઈ રહી છે. પરંતુ હવે રાજ્યમાં ધીરે-ધીરે ઠંડીનો માહોલ બની રહ્યો છે. અમદાવાદમાં બે દિવસમાં મહત્તમ પારો એક ડિગ્રી જેટલો ઘટ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કેશોદમાં અને સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ-ચાર દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં.


Also read: Dev Deepawali 2024 : 84 ઘાટ પર  21 લાખ દીવાથી ઝગમગાશે કાશી, નમો ઘાટનું પણ ઉદ્ઘાટન કરાશે


રાજકોટમાં મહત્તમ તાપમાન  36.3 ડિગ્રી

હવામાન વિભાગ દ્વારા તાપમાનના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુરુવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી રહ્યું છે. આ ઉપરાંત ગતરોજ અન્ય શહેરોમાં મહત્તમ તાપમાન રાજકોટમાં 36.3 ડિગ્રી, સુરતમાં 36.1 ડિગ્રી, કંડલા પોર્ટમાં 35.7 ડિગ્રી, ભુજમાં 35.2 ડિગ્રી, અમરેલીમાં 35ડિગ્રી, પોરબંદરમાં 35 ડિગ્રી, સુરેન્દ્રનગર માં 35 ડિગ્રી, કેશોદમાં 35 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 34.9 ડિગ્રી, ગાંધીનગરમાં 34.8 ડિગ્રી, દ્વારકામાં 34.8 ડિગ્રી, અમદાવાદમાં 34.4 ડિગ્રી, નલિયામાં 34.2 ડિગ્રી, ડીસામાં 33.6 ડિગ્રી, વેરાવળમાં 33.6 ડિગ્રી, વડોદરામાં 33.4 ડિગ્રી, મહુવામાં 33.2 ડિગ્રી, ભાવનગરમાં 33.1 ડિગ્રી, ઓખામાં 31.5 ડિગ્રી નોંધાયું છે.


Also read: મણિપુર હિંસાને લઈને કેન્દ્રનો મોટો નિર્ણય; 6 જિલ્લામાં લાગૂ થયો AFSPA


અમદાવાદમાં લઘુત્તમ તાપમાન  20.8 ડિગ્રી

જ્યારે શહેરમાં કેટલું લઘુત્તમ તાપમાન કેશોદમાં 17.5 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી, મહુવામાં 18.1 ડિગ્રી, નલિયામાં 18.4 ડિગ્રી, રાજકોટમાં 19.1 ડિગ્રી, પોરબંદરમાં 19.3 ડિગ્રી, ડીસામાં 19.6 ડિગ્રી, ગાંધીનગરમાં 19.8 ડિગ્રી, ભાવનગરમાં 20 ડિગ્રી, અમદાવાદમાં 20.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 20.8 ડિગ્રી, ભુજમાં 21.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 21.8 ડિગ્રી, વેરાવળમાં 22.2 ડિગ્રી, કંડલા પોર્ટમાં 22.5 ડિગ્રી, સુરતમાં 23.4 ડિગ્રી, દ્વારકામાં 23.8 ડિગ્રી, ઓખામાં 25.6 ડિગ્રી નોંધાયું છે.

ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે

તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ કરેલી આગાહી મુજબ 17થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે, ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે.


Also read: દિલ્હીમાં ભાજપને ફટકોઃ ‘આપ’નો દબદબો યથાવત, મહેશ ખીંચી બન્યા મેયર


હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે

અરબ સાગરમાં 19થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. સર્જાઈ શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. 23મી નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button