ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ, રાજકોટ સૌથી ઠુંડુ શહેર
અમદાવાદઃ ડિસેમ્બરની શરૂઆત સાથે જ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તપામાન 12 થી 13 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. રાજકોટમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું.
અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે શહેરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીના પગલે વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો પણ સર્જાય છે. ઠેરઠેર તાપણા પણ જોવા મળી રહ્યા છે.
કયા શહેરમાં કેટલું તાપમાન નોંધાયું
રાજકોટ 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર
ગાંધીનગરમાં 15.1 ડિગ્રી
અમદાવાદમાં 16.3 ડિગ્રી
મહેસાણામાં 15.3 ડિગ્રી
પાલનપુરમાં 16 ડિગ્રી
વડોદરામાં 16 ડિગ્રી
અમરેલીમાં 16.7 ડિગ્રી
ભાવનગરમાં 17.2 ડિગ્રી
દ્વારકામાં 17.2 ડિગ્રી
ભરૂચમાં 18.2 ડિગ્રી
નવસારીમાં 19.1 ડિગ્રી
Also Read – Gujarat માં શાકભાજીના ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે આ અઠવાડિયામાં 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.