આપણું ગુજરાત

Gujarat Weather : ગૂજરાતમાં સારા વરસાદની હવામાન શાસ્ત્રીઓની આગાહી

ગાંધીનગર : હાલ ભારત અને બાંગ્લાદેશના દરિયાકિનારે રેમલ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે, તેના લીધે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. વાવાઝોડાની અસરના પગલે આસામ, મેઘાલય, ત્રિપુરામાં ભારે વરસાદ પડી રહ્યો છે. રેમલ વાવાઝોડાની અસરો વરસાદની પેટર્ન પર થઈ શકે છે. હવે દેશમાં ચોમાસું વહેલું બેસવાનું છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળવાની છે. જેને લઈને અંબાલાલ પટેલે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, ચોમાસાની શરૂઆત જૂનના પ્રથમ અઠવાડિયાથી જ થઈ શકે છે. જૂનના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તેમજ માંહી ગુજરાતનાં આણંદ, વડોદરા, નડિયાદ તેમજ ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે.

Read More: હવામાન વિભાગની ‘ઠંડક’ આપતી આગાહી, ત્રણ દિવસ બાદ કાળઝાળ ગરમીથી મળશે છૂટકારો

હાલ મે મહિનાના અંતમાં ગુજરાતમાં ભારે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ગુજરાતનાં વિવિધ પ્રાંતોમાં આકરો તાપ વર્તાઇ રહ્યો છે. ગઈકાલે ગુજરાતનાં 5 શહેરોમાં ખૂબ ઊંચું તાપમાન નોંધાયું હતું. જેમાં અમદાવાદ 43.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું. જ્યારે ગાંધીનગર 43 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

Read More: હવામાન વિભાગની ‘ઠંડક’ આપતી આગાહી, ત્રણ દિવસ બાદ કાળઝાળ ગરમીથી મળશે છૂટકારો

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે “આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી ઘટવાની શક્યતાઓ છે. આજથી રાજ્યના તાપમાનમાં 1-2 ડિગ્રી તાપમાન ઘટશે જેથી રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળવાની છે. આગામી દિવસોમાં રાજ્યમાં પવનનું જોર વધી શકે છે. આ દિવસોમાં પવનની ગતિ 25 થી 30 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button