Weather Today: ગુજરાતમાં આજે આ સ્થળોએ છુટાછવાયા વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ રાહાત આપી છે. ગુજરાતમાં આજે કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની અગાહી નથી. બીજી બાજુ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનું પુર્વાનુમાન લગાવામાં આવ્યુ છે. ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં વરસાદ પડવાની શક્યતા દર્શાવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં સામાન્ય કરતા 44 ટકા વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતા 31 ટકા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
| Also Read: Gujarat Weather: ગુજરાતના આ બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આજે છુટોછવાયાથી હળવા વરસાદની અગાહી:
અમદાવાદ હવામાન વિભાગના જણવ્યા મુજબ સાત દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં આગામી સાત દિવસ હલાવો વરસાદ જોવા મળશે. પાંચ દિવસ માટે કોઈપણ જગ્યાએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ છૂટાછવાયો વરસાદ જોવા મળશે પરંતુ તે પછીના ત્રણ દિવસ હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ આજે છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
| Also Read: Weather Update : આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી…
રાજ્યમાં સામાન્ય કરતા 44 ટકા વધુ વરસાદ:
ગુજરાતમાં સામાન્ય કરતા 44 ટકા વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતા 31 ટકા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના તમામ જિલ્લાઓ સામાન્ય કરતા 26 ટકા વરસાદ વધારે છે. આજે તાપમાન સામાન્ય જ રહેશે.