આપણું ગુજરાત

Gujarat Weather update: ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો, વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

ગાંધીનગર: ગુજરાતના વાતાવરણમાં ગરમી હજૂ તો માંડ પા પા પગલી કરી રહી છે ત્યાં કમોસમી વરસાદે ખેડૂતોના લમણે પરસેવા છોડ્યા છે. હાલ સમગ્ર ગુજરાતમાં લોકો એક સાથે ત્રણ ઋતુનો અનુભવ લઈ રહ્યા છે (Gujarat Weather update). જેની અસર લોકોના સ્વાસ્થય ઉપર પણ જોવા મળી રહી છે. ગઇકાલના કમોસમી સમાચાર હજુ તો વાસી થયા નથી ત્યાં હવામાન વિભાગ તરફથી વધુ એક આગાહી કરવામાં આવી છે (Gujarat Kamosami Varsad agahi) જેને ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

રાજ્યના વાતાવરણની વાત કરીએ તો હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તેથી આવતીકાલથી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે. તાપમાનમાં વધારાને કારણે લોકોને ગરમીનો અનુભવ થશે.

શનિવારે રાજ્યના 91 તાલુકાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકાઓમાં હળવોથી મુશળધાર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં 1.5 ઈંચ જ્યારે ભચાઉ અને કાંકરગે તાલુકામાં 10-10 મીમીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.શનિવારે કમોસમી વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી છે. અને વીજળી પડવાથી 2 લોકોના મોત થયા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત