અમદાવાદઆપણું ગુજરાતદક્ષિણ ગુજરાતસૌરાષ્ટ્ર

ગુજરાતમાં આજે હવામાન, પાંચ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

મેઘરાજા આજે પણ ગુજરાતને ધમરોળશે, સૌરાષ્ટ્રનાં બે સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ
અમદાવાદઃ ગુજરાત પર હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain in Gujarat) વરસી રહ્યો છે. બુધવારે સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરુ થયો હતો. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ સહિત વિવિધ ભાગોમાં બે દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ દરમિાયન પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

Read This: કંગના રનૌતનું સાંસદ પદ રદ થવું જોઈએ! હિમાચલ પ્રદેશ હાઈ…

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુરૂવારે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે અરાવલ્લી, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

શુક્રવારના રોજ આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે.

શનિવાર અને રવિવાર માટે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button