આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં આવશે પલટો, અમદાવાદ-ગાંધીનગરમાં પડશે વરસાદ…

અમદાવાદઃ ગુજરાત હાલ ગરમીમાં શેકાઈ રહ્યું છે. અંગદઝાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે રોડ રસ્તા સુમસામ થઈ જાય છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ મુજબ, 4 મે ના રોજ ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ તથા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓ અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે. 5 મે દિવસે ઉત્તર ગુજરાત જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદી શક્યતા છે.

6 મે ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમદાવાદ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આગાહી અનુસાર આગામી 9 મે સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે. 9 મે સુધી જુદા-જુદા જિલ્લાઓમાં 30થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button