આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat Weather : અમદાવાદમાં ગરમીનો પારો ઉંચકાશે, અનેક જિલ્લાઓમાં માવઠાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat Weather) સતત વધી રહેલી ગરમી  વચ્ચે હવામાન વિભાગે(IMD) આજે અનેક જિલ્લાઓમા માવઠાની આગાહી કરી છે. જેમાં અમદાવાદ(Ahmedabad) શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચે તેવી શકયતા છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા, પાટણ  દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ(Unseasonal Rain) પડવાની શક્યતા છે.જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન સુકું રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની શક્યતાઓ છે અને ગરમીનું રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.

વાતાવરણ સૂકું રહેશે જેના લીધે હીટ વેવનો અનુભવ થશે

હવામાન વિભાગના ગુરુવારના આંકડા પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે ગરમી અમદાવાદ અને ડીસામાં  43.6 ડિગ્રી નોંધાઈ હતી. રાજ્યના 9 જિલ્લાઓમાં ગરમીએ 42 ડિગ્રીની સપાટી વટાવી હતી. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ ગરમી 40 ડિગ્રી ઉપર રહી હતી.હવામાન વિભાગ દ્વારા ગરમીની તીવ્રતાને લઇને અલગ અલગ એલર્ટ આપવામાં આવે છે. જ્યારે હવામાનની વિભાગની આગાહી મુજબ આકાશમાં વાદળા 6 ટકા છે અને પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તેમજ બપોરના સમયમાં હવામાં ભેજનું પ્રમાણ 17 ટકા રહેશે. જ્યારે બપોર બાદ વાતાવરણ સૂકું રહેશે જેના લીધે હીટ વેવનો અનુભવ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button