Gujaratમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડી વધી, ચાર ડિગ્રી તાપમાન ઘટ્યું
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. જેમાં ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં પણ ઠંડીની અસર વર્તાઇ રહી છે. જેના પગલે લધુતમ તાપમાનના ચાર ડિગ્રી સુધીની ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં બે ડિગ્રી અને ગાંધીનગરમાં ચાર ડિગ્રી જેટલું લઘુતમ તપામાન ઘટ્યું છે. ગાંધીનગરમાં તાપમાન ફરીથી 10 ડિગ્રી નજીક પહોંચ્યું છે. અમદાવાદમાં સોમવારે 13.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રવિવારે 15 ડિગ્રી હતું.
નલિયામાં 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
જ્યારે કચ્છના નલિયામાં કડકડતી ઠંડી પડી રહી છે. સોમવારે 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ ઉપરાંત કંડલા એરપોર્ટ 10.1 ડિગ્રી, ભુજ 10.8 ડિગ્રી, ડિસા 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 11. 0 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13. 0 ડિગ્રી, સુરતમાં 18. ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ, રાજ્યમાં 6.5 ડિગ્રીથી લઈને 18.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું.
આ પણ વાંચો…Surat: નવા વર્ષથી ટ્રાફિક નિયમોનો ભંગ પડશે મોંઘું; ઓવર સ્પીડીંગ સામે એફઆઈઆર નોંધાશે
આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધવાની શકયતા
ગુજરાતમાં સતત ઠંડા પવનો ફૂંકાવવાના કારણે પારો નીચે જઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધવાની શકયતા વ્યક્ત કરી છે. ત્યારે આગામી દિવસોમાં લોકોએ હજી પણ વધારે કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે.