આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી…

અમદાવાદ : ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વરસાદનું જોર વધશે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જયારે 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જયારે દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે ભારે વરસાદ પડશે.

આ જીલ્લામાં આજે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે કહ્યું છે કે માછીમારોએ આજથી 5 દિવસ દરિયો ના ખેડવો જોઈએ અને દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદી ટ્રફ પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે.

માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે. જયારે 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button