Gujarat માં ઠંડીને લઈ પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી, જૂઓ Video
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat Cold) ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જ્યારે આ સિઝનમાં પહેલીવાર નલિયામાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હિમવર્ષા (Snowfall) થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ ઠંડી વધવાની શક્યતા છે. શીત લહેરના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીનો (coldwave in Gujarat) અનુભવ થઈ રહ્યો છે.
પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami Forecast) આગાહી કરતાં જણાવ્યું, હાલ પવનની ગતિમાં વધારો થયો છે. 14થી લઇ 20 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 14 ડિસેમ્બર સુધી પવનની ગતિ આવી જ રહેવાની સંભાવના છે. આવનારા દિવસોમાં ડિસેમ્બર મહિનામાં જ કોલ્ડવેવનો એક રાઉન્ડ આવી શકે છે. ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. એમાં 16થી 18 તારીખ દરમિયાન એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવું એક અનુમાન છે. આ ઠંડીનો રાઉન્ડ મોટો હશે તો ડિસેમ્બર અંતમાં પણ ઠંડીનો મોટો રાઉન્ડ આવી શકે છે. દિવસ દરમિયાન લોકોને ગરમ કપડામાં લપેટાઈને રહેવાની ફરજ પડી શકે છે.
ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે
ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં આગામી સાત દિવસ શુષ્ક વાતાવરણ રહેશે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જે પછી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી.
આ પણ વાંચો : કચ્છનું નલિયા ઠુઠવાયુંઃ ગુજરાતમાં ઠંડીનો ધીમો પગપેસારો
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) December 10, 2024
પવનની ગતિમાં વધારો થઈ શકે છે
હવામાન વિભાગે જણાવ્યું કે, અમદાવાદનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેવું રહેવાની શક્યતા છે. જ્યારે પવનની ગતિ વધીને 14થી લઈને 20 કિમી પ્રતિકલાકની ઝડપ થશે. આ પવનની ગતિ એક અઠવાડિયા સુધી જોવા મળી શકે છે. આ સાથે અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સાતથી આઠ ડિગ્રી સુધી પણ જઈ શકે છે. ખાસ કરીને કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવ જેવો માહોલ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગની માનવું છે કે આગામી 2થી 3 દિવસ સુધી અમદાવાદમાં પવનની ગતિ વધારે જ રહેશે. ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે પહાડી વિસ્તારોમાંથી ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે.જેના કારણે હાલ સમગ્ર ગુજરાત ઠંડુગાર બન્યું છે. આગામી 3 દિવસ સુધી આવી જ સ્થિતિ જોવા મળી શકે છે.