અરે ગરમ કપડાં કબાટમાં ન મુકશો ! પહેલા હવામાન વિભાગની આગાહી તો જાણી લો…
અમદાવાદ: જો તમે ગરમ કપડાં સાચવીને ફરીથી કબાટમાં રાખી મૂકવાનું વિચાર કરતાં હોવ તો જરા થોભી જજો! કારણ કે ઠંડીનો એક ચમકારો હજુ બાકી છે. રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે, જેનો અર્થ એ છે કે શિયાળાની ઠંડી હજુ પુરી થઈ નથી, ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી કડકડતી ઠંડી પડશે. આ હિસાબે રાજ્યમાં 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનું જોર દેખાશે.
રાજ્યમાં ફરી એક વાર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. આગામી 5 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થશે અને ઠંડી વધશે, 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રી લઘુતમ તાપમાનનો પારો ગગડશે, પવનની ગતિ વધશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને રાજ્યના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીની તીવ્રતા વધશે.
ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ અને બે રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી આપી છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.
ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધશે. ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાશે. આ સાથે હવામાન વિભાગે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી પાંચ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે.
હાલ સમગ્ર ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. ગુજરાતમાં ત્રણ દિવસ સુધી કડકડતી ઠંડી પડશે. ઘણા શહેરો ઠંડા તાપમાનનો અનુભવ કરશે. અમદાવાદ અને ગાંધીનગરમાં નજીકના ભવિષ્યમાં ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની સંભાવના છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન ઘટી રહ્યું છે. ઘણા શહેરોમાં તે અત્યંત ઠંડી છે. ફેબ્રુઆરી મહિનામાં ઠંડીમાં વધારો થયો છે. કારણ કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં રાજ્યમાં અપેક્ષા મુજબ ઠંડીનો અનુભવ થયો ન હતો.