રાજ્યમાં 228 રોડ રસ્તા બંધ, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ…

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી.
આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે.મોન્સૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 26 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 77.24 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો સરેરાશ 77.24 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 80.51 ટકા, કચ્છમાં 80.26 ટકા, સૌરાષ્ટ્રમાં 77.39 ટકા, ઉત્તર ગુજરાતમાં 75.87 ટકા અને પૂર્વ મધ્યમાં 73.40 ટકા વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર ડેમ તેની સંગ્રહ ક્ષમતાનો 81.30 ટકા ભરાયેલો છે. રાજ્યના 206 જળાશયો તેની સંગ્રહ ક્ષમતાના 75.96 ટકા ભરાયેલા છે.
193 તાલુકામાં વરસાદ
રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ખેડાના નડીયાદમાં સૌથી વધુ 1.57 ઇંચ વરસાદ પડ્યો હતો. બાલાસિનોરમાં 1.42 ઇંચ, કપરાડામાં 1.42 ઇંચ, આણંદમાં 1.34 ઇંચ, વડોદરામાં 1.18 ઇંચ, મુંદ્રામાં 1.18 ઇંચ, નેત્રંગમાં 1.10 ઇંચ, ધનસુરામાં 1.06 ઇંચ અને ઠાસરામાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો હતો. 184 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
228 રોડ રસ્તા બંધ
રાજ્યમાં 51 ડેમ 100 ટકા ભરાયેલા છે અને 76 ડેમ હાઇ એલર્ટ પર છે. 20 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. 67 ડેમ 70 થી 100 ટકા, 37 ડેમ 50 થી 70 ટકા અને 25 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યમાં વરસાદના કારણે 211 પંચાયત હસ્તકના, 10 અન્ય માર્ગો, 5 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઇવે મળી 228 રોડ રસ્તા બંધ છે. જીએસઆરટીસીના જૂનાગઢમાં 8 તથા પોરબંદરમાં 4 રૂટ બંધ છે.