ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ...
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ…

અમદાવાદ : ગુજરાતમાં હાલ વરસાદની ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમજ ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આજે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે.રાજ્યમાં હાલ લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન સિસ્ટમ સક્રિય છે.

આ જીલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજે અનેક જીલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

જયારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઇંચ વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઉમરપાડામાં 8.11 ઇંચ વરસાદ અને સૌથી ઓછો ખંભાતમાં 3.27 ઇંચ વરસાદ નોંધાયો છે.

જયારે જાંબુઘોડામાં 6.22 ઇંચ, ભરુચમાં 5.39 ઇંચ વરસાદ, જેતપુર પાવીમાં 5.35 ઇંચ, નેત્રંગમાં 5.24 ઇંચ વરસાદ, અંકલેશ્વરમાં 4.96 ઇંચ, સોનગઢમાં 4.84 ઇંચ વરસાદ, ગરુડેશ્વરમાં 4.25 ઇંચ, બોડેલીમાં 4.09 ઇંચ વરસાદ, ધોલેરામાં 3.54 ઇંચ, વ્યારામાં 3.54 ઇંચ વરસાદ, સિંગવડમાં 3.5 ઇંચ, માંગરોળમાં 3.5 ઇંચ વરસાદ, ક્વાંટમાં 3.46 ઇંચ, સાગબારામાં 3.31 ઇંચ વરસાદ, ઝઘડિયામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

206 ડેમમાંથી 111 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યના 206 ડેમમાંથી 111 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 27 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નિંગ લેવલ પર છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ ની કુલ 12 ટીમ અને એસડીઆરએફ ની 20 ટીમ અલગ-અલગ જિલ્લામાં ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડમાં 142 તાલુકામાં મેઘમહેર, સિઝનનો સરેરાશ ૯૨ ટકાથી વધુ વરસાદ ,

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button