ગુજરાતમાં નવરાત્રીના છેલ્લા નોરતે કેવું રહેશે હવામાન, જાણો વિગતે...
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં નવરાત્રીના છેલ્લા નોરતે કેવું રહેશે હવામાન, જાણો વિગતે…

અમદાવાદ : ગુજરાતમાં આજે નવરાત્રીનું છેલ્લું નોરતું છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદે ગરબા રસિકોને નિરાશ કર્યા છે. વરસાદના લીધે અનેક સ્થળોએ ગરબા રદ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ હવામાન વિભાગે અનેક જીલ્લામાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે રાજ્યના છ જિલ્લાઓ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં પણ છુટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. જેના લીધે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાશે.

આ પણ વાંચો…ગાંધીનગરમાં ગરબા વખતે ‘ઓપરેશન સિંદૂર’ને વિશેષ રીતે કરાયું યાદ, જુઓ મનમોહક વિઝ્યુઅલ્સ

અનેક જીલ્લામાં છુટાછવાયા વરસાદની આગાહી

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જીલ્લાઓમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. જેમાં
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહિસાગરમાં વરસાદ પડી શકે છે.

જયારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો…અયોધ્યામાં 240 ફૂટના રાવણના પૂતળા દહન પર પ્રતિબંધ મુકાયો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button