Gujarat માં પલટાશે વાતાવરણ, ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ તારીખ 26 થી 29 દરમિયાન અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદની શક્યતા છે. આ તરફ નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનથી પવન ફૂંકાતા અસર દેખાઈ છે.
રાજ્યમાં વહેલી સવારે ગાઠ ધુમ્મસની ચાદર
આ દરમિયાન ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફ વર્ષા પડવાના કારણે ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યમાં મંગળવારે 10 ડિગ્રીથી 12 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો પારો ગગડ્યો હતો. રાજ્યમાં વહેલી સવારે ગાઠ ધુમ્મસની ચાદર છવાયેલી રહી છે.
Also Read – અમદાવાદમાં આજથી થશે Kankaria Carnivalનો શુભારંભ, આટલા કરોડનો વીમો ઉતરાવ્યો
ગુજરાતમાં સૌથીનું નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં 7.5 ડિગ્રીથી લઈને 18.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 18.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં 12.8 ડિગ્રી, કેશોદમાં 10.1 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.