Gujarat માં કડકડતી ઠંડી વચ્ચે નાતાલ બાદ પલટાશે વાતાવરણ, હવામાન વિભાગે કરી આ આગાહી

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વાતાવરણ બદલાવાની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે લીધે નાતાલ બાદ તારીખ 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં 15 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
23 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે
હવામાન વિભાગના આગાહી મુજબ, અરબી સમુદ્રમાંથી આવતા ભેજના પગલે 27 ડિસેમ્બરે પંચમહાલ,દાહોદ,મહીસાગર,છોટા ઉદેપુર, નર્મદા,જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બનાસકાંઠા, પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી, કચ્છમાં જ્યારે 28 ડિસેમ્બરના પંચમહાલ,દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, તાપી,દમણ અને સૌરાષ્ટ્ર -કચ્છમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતના અનેક સ્થળોએ 23 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં 2થી 3 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા હોવાનું જણાવ્યું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું. 5.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
Also Read – Weather Update : દેશના આ રાજ્યોમાં ઠંડી સાથે વરસાદનું પણ…
પોરબંદરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું
જેમાં રવિવારે રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 9.4, કેશોદમાં 9.8, પોરબંદરમાં 10.5, અમરેલીમાં 11, ભુજમાં 11.3, સુરેન્દ્રનગરમાં 12.8, ડીસામાં 13.7, કંડલા પોર્ટમાં 14, ભાવનગરમાં 14, મહુવામાં 14.1, અમદાવાદમાં 14.4, ગાંધીનગરમાં 14.4, વેરાવળમાં 14.7, વડોદરામાં 15, દ્વારકામાં 15, વલ્લભ વિદ્યાનગરમાં 15.2, સુરતમાં 16.4, ઓખામાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.