આપણું ગુજરાત

આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી, માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ ભાગોમાં મેઘરાજા ધમધોકાર વરસી(Heavy rain Gujarat) રહ્યા છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

સાયક્લોનિલ સર્ક્યુલેશન અને ઓફ શોર ટ્રફથી ભારે વરસાદની આગાહી કરાઈ છે, અમદાવાદમાં આવતી કાલે રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આજે સવારે છ વાગે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સોથી વધુ ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.

| Also Read: Statue of Unity જતા પહેલા ધ્યાન રાખજો, કેવડીયા જતો આ હાઈવે બિસ્માર હાલતમાં

હવામાન વિભાગે આજે રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘ જમાવટ થઈ છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરાઈ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, નર્મદા, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લાં ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

દરમિયાન રાજ્યમાં શનિવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં નવસારીના વાંસદા, વલસાડના કપરાડામાં 4.5 ઈંચ વરસાદ તથા નવસારીના ખેરગામમાં પણ વરસ્યો 4.5 ઈંચ વરસાદ નોંધાયો. વલસાડના પારડી, સુરતના કામરેજમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો. ભાવનગરના વલ્લભીપુરમાં પણ વરસ્યો ચાર ઈંચ વરસાદ વરસયો હતો. આ ઉપરાંત ડેડિયાપાડા, ડોલવણ, તિલકવાડામાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button