આપણું ગુજરાતટોપ ન્યૂઝ

મુંબઈ બાદ હવે ગુજરાતનો વારો! ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું, એ ધીમુ પડી ગયુ છે પરંતુ હાલમાં ગુજરાત પર ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે. જેને કારણે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેને કારણે 26મી અને 27મી સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આજે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ તો નવસારી, ડાંગ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ સહિત દક્ષિણ અને ઉત્તર, મધ્ય ગુજરાતમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દિવસ દરમિયાન 18 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે સાત તાલુકામાં બે ઈંચથી વધુ, ત્રણ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ અને એક તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેમાં અમદાવાદમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવા પ્રભાવિત થતા 15થી વધુ ફ્લાઈટ થઈ લેટ પડી હતી

| Also Read: Mumbai: મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું, લોકલ ટ્રેન અને વાહનવ્યવહારને માઠી અસર, આજે પણ આગાહી

આજે 26મીએ આ જિલામાં અતિભારે વરસાદની આગાહી:

હવામાન વિભાગની માહિતી મુજબ આજે 26મી સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

27મીએ આ જીલ્લાના અતિભારે વરસાદ અગાહી:

જ્યારે 27મી સપ્ટેમ્બરના અમરેલી અને ભાવનગર તથા વલસાડ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

28મી અને 29મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા વરસાદ:

28મી તારીખે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. આ અપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે 29મી સપ્ટેમ્બરે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

| Also Read: Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ઘણા વિસ્તારોમાં રેલવે ટ્રેક ડૂબી ગયા

છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ, સુરતના ઉમરપાડામાં સૌથી વધુ:

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગઈકાલે વહેલી સવારે છ વાગ્યાથી આજે ગુરૂવારે સવારના છ વાગ્યા સુધીમાં રાજ્યના 181 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સુરતના ઉમરપાડામાં સૌથી વધુ સાત અંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સુરત શહેરમાં 79 મિમી, વડોદરા શહેરમાં 77 મિમી, નવસારીમાં ત્રણ ઈંચ વરસાદ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 60 મિમી, સુરતના માંડવી અને નવસારીના ગણદેવીમાં 52-52 મિમી વરસાદ નોંધાયો હતો. અમરેલીના લીલીયામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 11 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે 39 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

ગતરોજ અમદાવાદમાં વરસાદને કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ

મેઘરાજાએ લાંબા વિરામ લીધા બાદ ગઈકાલે અમદાવાદમાં ફરી એક વખત પધરામણી કરી છે. ગઈકાલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમાં વરસાદને કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. અમદાવાદ એરપોર્ટથી ઉપડતી 15થી વધુ ફ્લાઈટ લેટ પડી છે. વિવિધ 30 ફ્લાઈટ 4 કલાક સુધી લેટ પડી છે. ફ્લાઈટ લેટ થતાં મુસાફરો પરેશાન થયા હતાં. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, લખનઉ ફ્લાઈટ લેટ પડી છે. આ ઉપરાંત જયપુર, વારાણસી, દુબઈ, જેદ્દાહની ફ્લાઈટ પણ લેટ પડી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button