આપણું ગુજરાત

રાજ્યમાં એકસાથે 15 વોટરપાર્ક પણ SGSTના દરોડા; કરોડોની કરચોરી પકડાઈ

ગાંધીનગર : હાલ રાજ્યમાં SGST વિભાગ દ્વારા વોટરપાર્ક પર દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્ય જીએસટી વિભાગ દ્વારા રાજ્યના સાત જિલ્લાઓમાં જુદા જુદા 15 વોટરપારકો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરોડામાં કરોડો રૂપિયાના વેરાની ચોરી પકડવામાં આવી છે.

હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજ્યના 7 જિલ્લાના 15 જેટલા અલગ અલગ વૉટરપાર્ક પર રાજ્ય જીએસટી વિભફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. GST વિભાગ દ્વારા અમદાવાદ, હિંમતનગર, રાજકોટ, નવસારી, મહેસાણા, બનાસકાંઠા અને ખેડા જિલ્લાના અલગ અલગ 15 વૉટરપાર્ક પર દરોડા પાડવામાં આવ્યો હતો. જેમાં સંચાલકો દ્વારા નાણાકીય વ્યવહારો રોકડે કરીને ચોપડે નોંધતા ન હોવાની વાતનો ઘટસ્ફોટ થયો છે. આ રીતે વોટરપાર્કના સંચાલકો દ્વારા કરોડો રૂપિયાના વેરાની કરચોરી કર્યાની વિગતો છે. તપાસ દરમિયાન 57 કરોડ રૂપિયાના બિનહિસાબી નાણાંકીય વ્યવહારો વિભાગના અધિકારીઓને મળી આવ્યા હતા.

આ વોટરપાર્કો પર દરોડા પડ્યા :

અમદાવાદ :
જલધારા વોટર વર્લ્ડ
સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક
7એસ વૉટરપાર્ક એન્ડ એડવેન્ચર
ફ્લેમિંગો વૉટરપાર્ક એન્ડ રિસોર્ટ

હિંમતનગર :
વોટર વીલે
સુસ્વા વોટર પાર્ક

આ પણ વાંચો : ગુજરાતમાં EMIથી લાંચ આપવાની સુવિધા! ACBએ ભ્રષ્ટ અધિકારીઓ અંગે કર્યો ખુલાસો

મહેસાણા :
બ્લિસ એક્વા
શ્રીગણેશા ફનવર્લ્ડ

નવસારી :
મોદી વોટર રિસોર્ટ એન્ડ એમરોસમેન્ટ પાર્ક

રાજકોટ :
વોટર વેલી રિસોર્ટ પ્રા. લી.
એક્વાટીક વોટરપાર્ક
ધિ હેવન વોટર રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ
ધી સામર વેવ્સ વોટરપાર્ક

બનાસકાંઠા :
શિવધારા રિસોર્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button