ગુજરાત સરકારે Vidya sahayak ની 13582 જગ્યાઓ માટે સંયુક્ત ભરતીની જાહેરાત કરી
અમદાવાદઃ ગુજરાતની પ્રાથમિક શાળામાં શિક્ષક-વિદ્યાસહાયકની ભરતી( Vidyasahayak)માટેની સંયુક્ત જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જે મુજબ 7મી નવેમ્બરથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. જેમાંધોરણ 1થી 5 માટે અને ધોરણ 6થી 8 માટે કુલ 13852 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા થશે.
Also read: વાહ સુરત વાહઃ સ્વચ્છતામાં પહેલું, સુરત હવે આ કામમાં પણ પહેલું…
7મી નવેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે
આ ભરતી અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરવામાં આવ્યા બાદ સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ 13852 વિદ્યાસહાયકો ની ભરતી માટે 7મી નવેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અરજદારો 16મી નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ 19મી
નવેમ્બર સુધીમાં અરજદારોએ સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવાની રહેશે.
ગુજરાતી માધ્યમમાં પાંચ હજાર જગ્યાઓ માટે ભરતી
ધોરણ 1થી 5માં ગુજરાતી માધ્યમમાં અંદાજીત પાંચ હજાર જગ્યાઓ માટે ભરતી કરાશે. જ્યારે ધોરણ 6થી 8માં ગુજરાતી માધ્યમમાં સાત હજાર જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. જ્યારે ધોરણ 1થી 8માં ગુજરાતી સિવાયના
અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે.
માત્ર કુલ જગ્યાઓ દર્શાવવામાં આવેલી
શિક્ષણ વિભાગ દ્વારા મળેલી મંજૂરી અન્વયે માત્ર કુલ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પુર્ણ થયા બાદ તમામ જિલ્લા- નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલા વેબસાઈટ પર મૂકવામાં આવશે.
Also read: તહેવારોના દિવસોમાં સર્જાઈ કરૂણાંતિકાઃ અંજારમાં તણાતા પુત્રને બચાવવા ગયા ને…
અરજદારોએ ફોર્મ ભરવાના રહેશે
શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગીની પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ વેબસાઈટ પર મૂકવામાં આવી છે. જેથી તેનો અભ્યાસ કર્યા બાદ અરજદારોએ ફોર્મ ભરવાના રહેશે.