
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિમણૂક કરી હતી. જ્યારે મુખ્ય દંડક તરીકે ડો. કિરીટભાઈ પટેલ, ઉપદંડક તરીકે વિમલભાઈ ચુડાસમા, ઉપદંડક તરીકે ઈમરાનભાઈ ખેડાવાલા, ખજાનચી તરીકે દિનેશભાઈ ઠાકોર, મંત્રી તરીકે કાંતિભાઈ ખરાડી, પ્રવક્તા તરીકે જીગ્નેશભાઈ મેવાણી, પ્રવક્તા તરીકે અનંતભાઈ પટેલની નિમણૂક કરી હતી.
ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતાં પ્રદેશ પ્રમુખેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું હતું. જે બાદ નવા પ્રદેશ પ્રમુખ તરીકે તાજેતરમાં જ અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા તરીકે ડો. તુષાર ચૌધરીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ડો. તુષાર ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે અને અગાઉ કેન્દ્ર સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે 1995 પછી કોંગ્રેસ ગુજરાતમાં ક્યારેય સત્તા પર આવી શકી નથી અને 2022 ની વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી ઓછી માત્ર 17 બેઠકો મળી હતી.
આ પણ વાંચો…રાહુલ ગાંધીએ ‘નંબર દે દો, બાદ મેં મિલતે હૈ’ કોને કહ્યું? જાણો વિગત