ગુજરાત વાઇબ્રન્ટ સમિટ: ૧૧મીએ મુંબઇ ખાતે રોડ શૉ યોજાશે | મુંબઈ સમાચાર

ગુજરાત વાઇબ્રન્ટ સમિટ: ૧૧મીએ મુંબઇ ખાતે રોડ શૉ યોજાશે

ગાંધીનગર: ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪ની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂ્ંટણી પહેલા જ યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાતની ઉજવણીને શાનદાર બનાવવાની ગણતરી રાખવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુંબઇનાં ઉદ્યોગગૃહો અને ઇન્વેસ્ટરોને આમંત્રણ આપવા માટે મુખ્ય પ્રધાન દ્વારા ૧૧મી ઓક્ટોબરે મુંબઇમાં રોડ શો યોજાશે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે મુખ્ય પ્રધાને દિલ્હી ખાતે વાઇબ્રન્ટ સમિટ માટે ઉદ્યોગગૃહો સાથે બેઠકો યાજીને રોડ શૉ પૂર્ણ કર્યા બાદ હવે અગામી ૧૧મી ઓક્ટોબરેના દિવસે મુંબઇ ખાતે રોડ શૉ અને ઉદ્યોગપતિ સાથે વન ટુ વન બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. દિલ્હી ખાતે યોજાયેલા રોડ શૉમાં જાણીતી ૧૩ જેટલી કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કરવાની તૈયારીઓ દર્શાવી હતી. આ અંગે જીઆઇડીસીના એમડી રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ શૉ બે ભાગમાં વહેચવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીવીએસ, ગોદરેજ, પાર્લે એગ્રો, એલ એન્ડ ટી સહિતની ૧૨ જેટલા જાણીતા ઉદ્યોગપતિઓ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વન ટુ વન બેઠક કરશે.

Back to top button