આપણું ગુજરાત

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી નવી બીએસ ડિગ્રી શરૂ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત એક નવી ડિગ્રી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ લેવલે માંગ વધતા બેચલર ઓફ સાયન્સ (બીએસ)ની નવી ડિગ્રીની શરૂઆત કરવામાં આવશે અને નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી, લેવલની નવી બેચલર ઓફ સાયન્સ એટલે કે બીએસની ડિગ્રી શરૂ કરવાની જાહેરાત કરવામા આવી હતી. ધો.૧૨ સાયન્સ કે આર્ટસ કે કોમર્સ સહિતના કોઈ પણ પ્રવાહમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી આ યુજી ડિગ્રી કોર્સમાં પ્રવેશ લઈ શકશે. આ કોર્સ હાલની બી.એ, બી.કોમ, બીબીએ, બીએસસી તેમજ બીસીએ અને હૉસ્પિટાલિટી મેનેજમેન્ટની તથા વોકેશનલ સ્ટડીઝની કોલેજો શરૂ કરી શકશે અને ભણાવી શકશે. બીએસ ડિગ્રી કોર્સમાં ઈકોનોમિક્સ, સોશિયોલોજી, સંસ્કૃત, ગુજરાતી, ફીઝિક્સ, મેથ્સ, બોટની, સ્ટેટેસ્ટિક્સ, ઝૂલોજી, ઈન્ડિયન નોલેજ, હિસ્ટ્રી, કમ્પ્યુટર એપ્લિકેશન, હૉસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, આઈટી, સ્પોર્ટસ સાયન્સ તથા એનિમેશન સહિતના કોઈ પણ મેજર સબ્જેક્ટ રાખી શકાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ