ભણ્યા બાદ નોકરી પાકી : ગુજરાત યુનિવર્સિટી આગામી શૈક્ષણિક સત્રથી શરૂ કરશે આ નવા કોર્સ
અમદાવાદ : આજના સમયમાં શિક્ષિત બેરોજગાર એ આપણાં સમાજની સામે ઊભો થયેલો પડકાર છે,. વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ સુધી ભણ્યા હોવા છતાં પણ જોબ મેળવવામાં ફાંફાં પડી જતાં હોય છે. આથી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવાં આવ્યો છે. આગામી નવા શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટી સ્કિલ બેઝ કોર્સ (skill based courses) શરૂ કરવા જઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓને 40 થી લઈને 120 સુધીના ક્રેડિટ પોઈન્ટ મળશે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ ગ્રાન્ટેડ કોલેજોમાં 43 નવા કોર્સ શરૂ કાવ્ય જઈ રહી છે, આથી ગ્રાન્ટેડ કોલેજોની પણ સ્થતિ સુધરશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં રહેલી તકોના આધારે 44 જેટલા કોર્સની યાદી બનાવવામાં આવી છે. જેમાં સાયન્સ, કોમર્સથી લઈને સંચાર સુધીના તમામ ફિલ્ડને લગતા કોર્સ બનાવવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ પણ કરી શકશે. આ કોર્સ ક્રેડિટ બેઝ કોર્સ છે, જેમાં સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા કોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટી આગામી નવા શૈક્ષણિક સત્રથી તેને સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોમાં સ્કિલ બેઝ કોર્સ શરૂ કરવાની છે. આ તમામ કોર્સ ક્રેડિટ બેઝ કોર્સ રહેશે. નવી શિક્ષણ નીતિમાં રોજગારીને લગતા અભ્યાસક્રમો પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીની આ પહેલથી ગ્રાન્ટેડ કોલેજોની બગડતી જતી સ્થિતિને સુધારી શકશે.
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા અંગે વિદેશ મંત્રાલયએ આપ્યું નિવેદન, જાણો શું છે મામલો?
ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડને ધ્યાનમાં રાખતા ગુજરાત યુનિવર્સિટી ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય ઘટકો સાથે મળીને કોમ્પ્યુટર, આઇટી, મેન્ટલ હેલ્થ, ક્રિએટિવ, મેનેજમેન્ટ, ફોરેન લેન્ગવેજ, એચઆર, મીડિયા, ટેક્સેશન સહિતના 43 કોર્સ શરૂ કરવા જઇ રહી છે.જેમાં વિદ્યાર્થીઓ એક થી ચાર સેમેસ્ટરમાં આ પ્રકારના કોર્ષ કરી શકશે.વિદ્યાર્થીઓ સર્ટીફિકેટ કોર્સ અથવા તો 9 મહિનાના ડિપ્લોમા કોર્સ કરી શકશે જેમાં સર્ટીફિકેટ કોર્સ માટે વિદ્યાર્થીઓને 40 જ્યારે ડિપ્લોમાં કોર્સ માટે 90થી 120 ક્રેડીટ મળશે.
રોજગારી માટે ઈન્ડસ્ટ્રીમાં રહેલી માંગના આધારે ગુજરાત યુનિવર્સિટી અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે MoU કરવામાં આવ્યા છે. કોમ્પ્યુટર, આઇટી, મેન્ટલ હેલ્થ, ક્રિએટિવ, મેનેજમેન્ટ, ફોરેન લેન્ગવેજ, એચઆર, મીડિયા, ટેક્સેશન સહિતના કોર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી આગામી શૈક્ષણિક સત્રથી રેગ્યુલર કોર્સની સાથે આ સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરશે. જેમાં વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ કરી શકશે. આથી બંધ થવાના આરે ઉભી ગ્રાન્ટેડ કોલેજોને ફી મળવાથી નવજીવન મળશે.