Vibrant Gujarat: 'ભારત અને યુકેના સંબંધોમાં ક્રિકેટ મહત્વનું,'.. યુકેના લોર્ડ તારિક અહેમદનું સંબોધન | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

Vibrant Gujarat: ‘ભારત અને યુકેના સંબંધોમાં ક્રિકેટ મહત્વનું,’.. યુકેના લોર્ડ તારિક અહેમદનું સંબોધન

ગાંધીનગર: Vibrant Gujarat Global Summitમાં વિશ્વભરમાંથી હજારોની સંખ્યામાં નેતાઓ, ઉદ્યોગપતિઓ, ડેલિગેટ્સનું આગમન થયું છે. યુકેના મધ્યપૂર્વ, સાઉથ એશિયા અને સંયુક્ત રાષ્ટ્રો તથા કોમનવેલ્થ વિભાગના પ્રધાન લોર્ડ તારીક અહેમદે પણ સમિટમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત અને યુકે વચ્ચેનો સંબંધ ખૂબ જ ગાઢ છે, ક્રિકેટ સહિતની અનેક બાબતોમાં બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત છે.

ભારત યુકેમાં બીજું સૌથી મોટું રોકાણકાર છે, અને ગત વર્ષે કુલ રોકાણમાં 24 ટકાનો વધારો થયો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટિ લંડનના આર્કિટેક્ટ દ્વારા નિર્માણ પામેલું છે. ફાયનાન્સ સહિતની અનેક પ્રવૃત્તિઓ માટે લંડન નંબર વન છે તેવું લોર્ડ તારીક અહેમદે જણાવ્યું હતું.

યુકે અને ભારત વચ્ચે શિક્ષણક્ષેત્રે મહત્વના MOU સાઇન થયા છે, જેના વિશે માહિતી આપતા લોર્ડ તારીક અહેમદે જણાવ્યું હતું કે એજ્યુકેશન અને ક્રિએટીવ અર્નિંગમાં બંને દેશો આગળ વધી શકે તેમ છે, અમે અમારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને ભારતની સંસ્થાઓ સાથે હાલમાં જ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. અમે સર્જનાત્મક તંત્ર, સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપતા ક્ષેત્રો પર આગળ વધવા માગીએ છીએ. આ એમઓયુથી રોજગારીનું સર્જન થશે, બંને દેશો વચ્ચે જોડાણ વધતા રહેશે અને સમૃદ્ધિ આવશે. પછી ભલે તે અમદાવાદ હોય કે સ્કોટલેન્ડનું એબરડીન હોય. યુનાઇટેડ કિંગડ્મ અને ભારત વચ્ચે શિક્ષણક્ષેત્રે ભાગીદારી વધી રહી છે તેવું લોર્ડ તારીક અહેમદે ઉમેર્યું હતું.

Back to top button