ગુજરાતમાં 1315 ટ્રાફિક-પોલીસની સીધી ભરતી કરાશે, હાઇ કોર્ટમાં સરકારે બાહેંધરી આપી...
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં 1315 ટ્રાફિક-પોલીસની સીધી ભરતી કરાશે, હાઇ કોર્ટમાં સરકારે બાહેંધરી આપી…

અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલ ફાળવવામાં આવશે.

અમદાવાદઃ રાજ્યમાં ટ્રાફિક પોલીસની સીધી ભરતીનો માર્ગ મોકળો થયો છે. ગુજરાત હાઇ કોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જસ્ટીસની બેંચ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી. જેની ઉપર શુક્રવારે સુનાવણી યોજાઇ હતી.

જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીની જરૂર હોવાનું જણાવ્યું હતું. આગામી સમયમાં આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરાશે. જેની જાહેરાત બહાર પાડવામાં આવશે. 1315 માંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલ ફાળવવામાં આવશે.

નવેમ્બર મહિનામાં વધુ સુનાવણી
15 વર્ષ માટે પોલીસની જગ્યાઓને અંગે થર્ડ પાર્ટી એક્સપર્ટ સલાહ લેવાઈ રહી છે. વર્તમાનમાં 11 હજાર જગ્યાઓ પોલીસમાં ભરાઈ રહી છે. જો કે કોર્ટે કહ્યું હતું કે વર્તમાન સમયમાં રાજ્યમાં વસ્તીના હિસાબમાં પોલીસની જરૂરિયાત અંગે સ્પષ્ટતા નથી. આ માટે એનાલીસીસ જરૂરી છે.

ટ્રાફિક પોલીસની કેટલી જરૂર છે? ભવિષ્યમાં કેટલી જરૂર પડશે ? આ સાથે જ કોર્ટે આ મુદ્દે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રીપોર્ટ રજૂ કરવા જણાવીને નવેમ્બર મહિનામાં સુનાવણી રાખી છે.

અગાઉની સુનાવણીમાં કોર્ટને જણાવ્યું હતું કે, હતું કે ટ્રાફિક પોલીસની જગ્યા બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓમાંથી કરવામાં આવે છે. સીધી ભરતી અંતર્ગત જ ટ્રાફિક પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. વર્તમાન ભરતી ટૂંકા અને મધ્યમ ગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.

ટ્રાફિક પોલીસ માટે કોઈ અલગ કેડર નથી. આમ કરવામાં આવે તો પ્રમોશન સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. જેથી રોટેશન કરીને ટ્રાફિક પોલીસમાં પોલીસને તૈનાત કરવામાં આવે છે. આ અંગે હાઇ કોર્ટે ટકોર કરી હતી કે પોલીસ કર્મચારીને ભલે આખું જીવન ટ્રાફિક વિભાગમાં રાખવામાં ના આવે, પરંતુ પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરે.

આ પણ વાંચો…હેલ્મેટ જરૂર પહેરો અને ‘સૈયારા’ને પણ પહેરાવો: અમદાવાદ ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button