Gujarat Tourism:પ્રવાસીઓનું હોટ ફેવરીટ બન્યું ગુજરાત, એક વર્ષમાં આટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી

અમદાવાદ : ગુજરાત પ્રવાસીઓ(Gujarat Tourism)માટે આકષર્ણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાતમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ અનેક મુ હેરિટેજ સ્થળો આવેલા છે. ગુજરાત પ્રવાસન વિભાગના આંકડા અનુસાર વર્ષ 2023-24માં 21 લાખથી વધુ પ્રવાસીઓએ અનેક સ્થળોની મુલાકાત લીધી છે. બીજી તરફ ગુજરાત સરકારે ઐતિહાસિક સ્થળોને આકર્ષક અને સુવિધાજનક બનાવવા માટે રુપિયા 428 કરોડથી વધુના ખર્ચે વિકાસના કામો શરૂ કર્યા છે. તેમાં રાત્રિ પ્રવાસની દિશામાં લાઈટ એન્ડ શો જેવી આકર્ષક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. જે પ્રવાસીઓને આકર્ષી રહી છે.
વડનગર અને ધોળાવીરામાં સુવિધામાં વધારો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ એવા વડનગર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વડનગરમાં છેલ્લા ત્રણ વર્ષમાં રુપિયા 70 કરોડનો ખર્ચ કરીને પાયાની અને આધુનિક પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. તેની બાદ 2023-24માં પ્રવાસીઓની સંખ્યા ત્રણ ગણી વધીને લગભગ 7 લાખ થઈ. જ્યારે 2022-23માં આ સંખ્યા માત્ર 2.45 લાખ હતી.

Also read: Dwarka નજીક નાગેશ્વરમાં 24 યાયાવર પક્ષીઓનો શિકાર, વનવિભાગ એકશનમાં
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ એવા ધોળાવીરા
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ એવા ધોળાવીરા ખાતે પણ રુપિયા 185 કરોડના ખર્ચે વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ફેઝ-1 અંતર્ગત રુપિયા 76 કરોડનું કામ ચાલી રહ્યું છે. ધોળાવીરામાં પ્રવાસીઓની સંખ્યા 2023-24માં બમણીથી વધીને 2.32 લાખ થઈ હતી. જ્યારે 2022-23માં આ સંખ્યા 1.41 લાખ હતી.
અન્ય મુખ્ય સ્થળોએ પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે
ગુજરાતના અન્ય ઐતિહાસિક સ્થળો જેવા કે મોઢેરાનું સૂર્ય મંદિર, રાની કી વાવ અને અડાલજ કી વાવમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ સ્થળોએ અનુક્રમે રૂ. 20 કરોડ, રૂ. 18 કરોડ અને રૂ. 5 કરોડનો ખર્ચ કરીને પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. 2023-24માં આ સ્થળો પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો, જે 2022-23ના આંકડા કરતાં વધુ હતો.
ઐતિહાસિક કિલ્લાઓનું પુન: નિર્માણ
ગુજરાત સરકારે રાજ્યના ઐતિહાસિક કિલ્લાઓની જાળવણી પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. જૂનાગઢના ઉપરકોટ કિલ્લાનું 74 કરોડના ખર્ચે પુનઃનિર્માણનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલીના રાજમહેલ અને લખપતના કિલ્લાને 21 કરોડ અને 25 કરોડના ખર્ચે ફરીથી બનાવવામાં આવી રહ્યા છે.
હાફેશ્વર ગામને બેસ્ટ ટુરીઝમ હેરિટેજ વિલેજનું સન્માન
ગુજરાતના હાફેશ્વર ગામને ભારત સરકાર દ્વારા 2024 માં શ્રેષ્ઠ પ્રવાસન વારસા ગામ તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે. અહીં આવતા પ્રવાસીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે રાજ્ય સરકાર રુપિયા 10 કરોડના ખર્ચે વિવિધ પ્રવાસી સુવિધાઓ વિકસાવી રહી છે.

Also read: ઐતિહાસિક નગરી ચાંપાનેર: બે વર્ષમાં ઉમટ્યા 80 હજારથી વધુ પ્રવાસીઓ
ગુજરાતમાં હેરિટેજ ટુરિઝમનો નવો યુગ
ગુજરાત સરકારના આ પ્રયાસોને કારણે રાજ્યના ઐતિહાસિક વારસાના સ્થળોને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે. આ વિકાસ કામો પ્રવાસીઓને બહેતર અનુભવ તો આપશે જ પરંતુ રાજ્યની આર્થિક સ્થિતિ પણ મજબૂત કરશે. ગુજરાતમાં હેરિટેજ ટૂરિઝમના આ નવા યુગ સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્ય ટૂંક સમયમાં દેશના અને વિશ્વના મુખ્ય હેરિટેજ પર્યટન સ્થળોમાં એક વિશિષ્ટ સ્થાન બનાવશે.