ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ 58 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 64 ટકા | મુંબઈ સમાચાર

ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ 58 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 64 ટકા

ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસા દરમિયાન રવિવાર સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા જેટલો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જે અંતર્ગત છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં 8-8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ

આ ઉપરાંત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ ખેડાના માતર તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જયારે વસો, મહુધા અને કઠલાલ તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં 4- 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.જયારે રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ,18 તાલુકામાં 2 ઇંચથી વધુ, 30 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, કુલ 112 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: શ્રાવણના પ્રારંભે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: રાજ્યના ૧૭૭ તાલુકામાં વરસાદ, દસક્રોઈમાં ૧૦ ઇંચથી વધુ

રાજ્યમાં હજુ વરસાદની આગાહી

રાજ્યમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી દસ જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button