ગુજરાત પાંચ વર્ષમાં આઇટી-આઇટીઝ નિકાસને ₹ ૨૫,૦૦૦ કરોડ સુધી વધારશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત સરકારે આઇટી-આઇટીઇએસ નીતિ ૨૦૨૨-૨૭ રજૂ કરી છે. આ નીતિ દ્વારા રાજ્યમાં આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂ.૨૫,૦૦૦ કરોડ સાથે આઇટી-આઇટીઇએસ નિકાસ વધારીને એક લાખથી વધુ નોકરીની તકોનું સર્જન કરવાનો લક્ષ્યાંક છે.રાજ્ય સરકારની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં મુખ્યત્વે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં ૫,૦૦૦ નાની, મધ્યમ અને મોટી આઇસીટી કંપનીઓ આવેલી છે અને આઇટી-આઇટીઇએસ નિકાસમાં વાર્ષિક ૧૪ ટકા વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં, ગુજરાતે સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા રજિસ્ટર્ડ એકમો દ્વારા સોફ્ટવેર નિકાસમાં આશરે રૂ.૫૦૦૦ કરોડ હાંસલ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ભારતીય આઇટી ઉદ્યોગ સતત નવીન તકનિકો અપનાવીને અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા ઊભરતા ટેક્નોલોજી સોલ્યુશન્સનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેની ડિજિટલ ક્ષમતાઓને સતત મજબૂત કરવામાં આવી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે અગિયાર આંતરરાષ્ટ્રીય રોડ શો, આઠ રાષ્ટ્રીય રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો સહિત, રાજ્ય અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આઇટી-આઇટીઇએસ કંપનીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો દ્વારા માનનીય વડા પ્રધાનના ‘વિકસિત ભારત એટ ધ રેટ ૨૦૪૭’ના વિઝનમાં યોગદાન આપી રહ્યું છે.આઇટી-આઇટીઇએસ ક્ષેત્ર માટે રાજ્યના વિઝન અને ગુજરાતમાં ઉપલબ્ધ અસંખ્ય તકો વિશે આ બેઠકોમાં ચર્ચા કરવામાં આવી હતી. ફ્રાન્સ, જાપાન, ઑસ્ટ્રેલિયા, યુએસએ અને ઇટાલીની જાણીતી આંતરરાષ્ટ્રીય કંપનીઓ, ચેન્નાઈ, બેંગલૂરુ અને ચંદીગઢની અગ્રણી ભારતીય કંપનીઓએ રાજ્યમાં રોકાણની તકો એક્સપ્લોર કરવામાં ઊંડો રસ દાખવ્યો છે. ઉ