આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં એપ્રિલના આકરા મંડાણ થશે, તાપમાનનો પારો 40 ડિગ્રી પાર કરશે!

અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં ફરેફાર થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનોના લીધે ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો પરંતુ તે પસાર થઈ જવાથી તાપમાનનો પારો ઊંચો જવાની આગાહી કરવામાં આવી હતી.

તાપમાન 40ની નજીક પહોંચવાની શક્યતા

હવામાન વિભાગે તાપમાન 40ની નજીક પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી અને આગામી દિવસોમાં આગાહીને જોતા તાપમાન રાજ્યમાં 40ને પાર જવાની શક્યતાઓ વધી છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે જણાવ્યું છે કે, આગામી 7 દિવસો દરમિયાન હવામાન શુષ્ક રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ નથી.

આ પણ વાંચો : Chaitri Navratri: શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ચોટીલામાં આરતીનાં સમયમાં ફેરફાર

31 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન વધારે ગરમીવાળું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવનાઓ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button