આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ફરી ગરમીનો પારો વધ્યો, હવામાન વિભાગે કરી આ આગાહી

ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે ફરી એકવાર ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. જેમાં રાજયના મોટાભાગના જિલ્લામાં ગરમીના પ્રમાણમાં સરેરાશ બે ડિગ્રીનો વધારો નોંધાયો છે. જેના લીધે લોકો હવે ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. જેમાં હવામાન વિભાગના આંકડા અનુસાર રવિવારે રાજયમાં 33.1 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યુ્ં હતું. જ્યારે દ્વારકામાં 33.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે હવામાન વિભાગે આજે અમુક વિસ્તારોમાં હળવા વરસાદની
આગાહી કરી છે.

અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં વધારો

અમદાવાદ શહેરમાં પણ ગરમી વધી છે.અમદાવાદમાં ગરમી વધીને 40.4 ડિગ્રી પહોંચી ગઈ છે. ગાંધીનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે ગરમ પવનો ફૂંકાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરતમાં તાપમાનનો પારો 35.2 ડિગ્રીએ પહોંચ્યો હતો.

આપણ વાંચો:  ગીર સોમનાથમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: લોકોમાં ભયનો માહોલ

આ વિસ્તારમાં વરસાદની આગાહી

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button