આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આજથી ઘટશે તાપમાન, જાણો મહારાષ્ટ્ર સહિત દેશમાં કેવું રહેશે હવામાન…

Weather Update: દેશમાં ગરમીનો પારો ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો છે. અનેક શહેરોમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સતત તાપમાન વધી રહ્યું છે. સપ્તાહના અંત સુધીમાં પશ્ચિમ વિક્ષોભ એક્ટિવ થવાના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પહાડી રાજ્યોના વાતાવરણમાં પલટો આવશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 26 માર્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઊંચાઈવાળા વિસ્તારમાં બરફવર્ષા થઈ શકે છે. તમિલનાડુ, કેરળમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

રાજ્યમાં ગત સપ્તાહે વાતાવરણમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 7 દિવસ શુષ્ક વાતાવરણ રહેશે. આજથી ત્રણ દિવસ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. તે પછીના દિવસોમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. ગુજરાતના તટીય જિલ્લાઓમાં અકળામણનો અનુભવ થશે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ રહેશે. મંગળવારે અમદાવાદ, અમરેલી, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ડીસામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 41.5 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં આ એક નંબરથી મળશે તમામ ઇમરજન્સી સેવાઓ; પાઈલટ પ્રોજેક્ટમાં મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ…

મહારાષ્ટ્રમાં મોસમનો કેવો રહેશે મિજાજ

હવામાન વિભાગ મુજબ દક્ષિણ છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં મોસમનો મિજાજ બદલાયો છે. મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આઈએમડી મુજબ 30 થી 50 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉપરાંત કેટલાક સ્થળોએ વરસાદ પણ પડી શકે છે.

એક સંસ્થાએ કરેલા દાવા મુજબ, સમગ્ર દેશમાં લૂના દિવસોની સંખ્યામાં 15 થી 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે. સંસ્થાએ એક વિશ્લેષણના આધારે આ દાવો કર્યો છે. લૂનું પ્રમાણ વધી રહ્યું હોવાથી દેશમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button