આપણું ગુજરાતસુરત

Surat માં સામાન્ય પાર્કિગ વિવાદ જીવલેણ નિવડ્યો, હુમલામાં એકનું મોત…

સુરત : ગુજરાતના સુરત(Surat)શહેરમાં પાર્કિંગના વિવાદ જીવલેણ નિવડ્યો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. સોસાયટીમાં પાર્કિંગના વિવાદ મુદ્દે મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. આ ઘટના સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની લક્ષ્મી પાર્ક-રો હાઉસ સોસાયટીની છે. જેમાં સોસાયટીની ગલીમાં એક કાર પાર્ક છે અને તેની આસપાસ બાઇક પાર્ક છે અને આ ગલીમાં લોકો એકબીજા સાથે લડી રહ્યા છે. કોઈના હાથમાં લાકડી છે તો કોઈના હાથમાં ક્રિકેટ બેટ છે. બધા એકબીજા પર હુમલો કરી રહ્યા છે.

આ પણ વાંચો : સુરતના ગેમઝોન ખૂલશે, પણ રાજકોટના શું?

વલ્લભ કવાડ નામના વ્યક્તિ સાથે બોલાચાલી થઇ હતી

કોઈએ પોતાના મોબાઈલમાં બે અલગ-અલગ એંગલથી લડાઈનો વીડિયો કેપ્ચર કર્યો છે. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા ડો.રાકેશ બાબુભાઈ મકવાણા બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે પોતાના ઘરે બેઠા હતા ત્યારે તેમને બહારથી હોર્નનો અવાજ સંભળાયો હતો. તેના મોટા ભાઈ ગણપતિ મકવાણાની બાઇક રોડ પર પાર્ક કરેલી હોવાના કારણે તેણે કાર લઈને જતી તે જ સોસાયટીમાં રહેતા વલ્લભ કવાડ નામના વ્યક્તિ સાથે બોલાચાલી થઇ હતી.

ગણપતિ મકવાણાએ તેમનું બાઇક રસ્તામાંથી હટાવી દીધું

આ દરમિયાન ગણપતિ મકવાણાએ તેમનું બાઇક રસ્તામાંથી હટાવી દીધું હતું. તેમ છતાં વલ્લભ કવાડ અને તેના સંબંધીઓ ધીરૂ વીરા, કિશન ધીરૂ, અશ્વિન કવાડ, પ્રવીણ વીરા, જયેશ કબાડ, જય પ્રવીણ કબાડ અને નરેન્દ્ર હડિયા લાકડીઓ અને ક્રિકેટ બેટ વડે બે ભાઈઓ પર હુમલો કરવા લાગ્યા. આ હુમલામાં બંને ભાઈઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જેની બાદ તે ગલીમા રહેતા અન્ય લોકોએ દરમિયાનગીરી કરીને તેમને બચાવ્યા હતા.

સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા

આ દરમિયાન હુમલામા ઇજાગ્રસ્ત ગણપતિ મકવાણાને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેઓ ઘરમાં પડી ગયા હતા. આ પછી તેના પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : અનૈતિક સબંધોની શંકાએ મહિલાને ઢોરમાર માર્યો; વાળ પણ કાપી નાખ્યા!

ગણપતિ મકવાણાનું મોત થયું હતું

આ અંગે ગોડાદરા પોલીસ સ્ટેશનને જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સુરત પોલીસના એસીપી વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ મામલે આઠ લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની ધરપકડના પ્રયાસો હાથ ધરાયા છે. આ વિવાદ ગલીમાં પાર્ક કરેલી મોટરસાઈકલને લઈને થયો હતો. મોટરસાઇકલના માલિક અને કાર ચાલક વચ્ચે થયેલી મારામારીમાં મોટરસાઇકલના માલિક ગણપતિ મકવાણાનું મોત થયું હતું. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker