Surat માં હોલના બેઝમેન્ટમાં ઓક્સિજન લેવલ ઘટતા 20 થી વધુ મહિલા બેભાન…
સુરત : સુરત(Surat)શહેરમાં હોલના બેઝમેન્ટમાં 20 લોકો બેભાન થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ સુરતના ઝાંપાબજાર નુરપુરાના બેઝમેન્ટ હોલમાં ઓક્સિજન ઘટી જતા 20થી વધુ મહિલા બેભાન થઈ હતી. જેમાં દાઉદી વોરા સમાજના ગુરુવારે રાત્રે યોજાયેલા ભોજન સમારંભમાં આ ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મુજબ રાત્રિ ભોજનમાં એસી હૉલમાં ભોજન માટે આવેલી 20થી વધુ મહિલાઓ એક પછી એક બેભાન થવા લાગી હતી. પ્રાથમિક કારણ મુજબ બેઝમેન્ટના એસી હૉલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું.
આ પણ વાંચો : Gujaratમાં Zika Virusની એન્ટ્રી, ગાંધીનગરમાં 75 વર્ષીય વૃદ્ધનો રિપૉર્ટ આવ્યો પોઝિટિવ
દાઉદી વ્હોરા સમાજનો રાત્રિ ભોજન કાર્યક્રમ હતો
આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ ધાર્મિક તહેવાર નિમિત્તે દાવત દરમિયાન નુરપુરાના બેઝમેન્ટ હોલમાં દાઉદી વ્હોરા
સમાજનો રાત્રિ ભોજન કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી. ત્યારે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ગેરકાયદે મિલકત સાથે બેઝનમેન્ટ બનાવ્યું છે. જેના લીધે આ સમગ્ર ઘટનાની જાણ હજુ પોલીસ કે આરોગ્ય વિભાગને કરવામાં આવી નથી.