આપણું ગુજરાત

Gujarat માં સુરત,નવસારી અને દીવમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી(Rain) માહોલ છવાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સુરત દીવ, નવસારી સહિતના જિલ્લામાં આજે વહેલી સવારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના બાબરામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોમાં ચોમાસુ બેસવાની આગાહીના પગલે આજે વહેલી સવારે વરસાદની શરૂઆત થતાં નોકરીયાતો અને શાળાએ જતા બાળકો અટવાયા હતા. સુરતના અનેક વિસ્તારમાં આજે હળવા વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ સવારે સ્કૂલ અને નોકરી પર જતા લોકોને અટવાવાનો વારો આવ્યો હતો.

Read more: Gujaratમાં સ્કૂલ વાનચાલકોની હડતાળથી વાલીઓ પરેશાન

દીવ અને આસપાસના પંથકમાં વરસાદ

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘ મહેર થઇ છે. ચોમાસું વિધિવત બેઠું ન હોય તેમ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.દીવમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. દીવ અને આસપાસના પંથકમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે.

ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે

આજે 18મી જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે 19મી જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Read more: Kutch માં માદક પદાર્થ ઝડપાવાનો સિલસિલો યથાવત, 7.59 લાખના પોષડોડાના જથ્થો ઝડપાયો

સોમવારે અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો

આ ઉપરાંત ગઈકાલે સોમવારે અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં વધુ વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા હતા. વરસાદી માહોલને લઇ જિલ્લાના દરિયા કાંઠે કરંટ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જિલ્લાના કવાંટ તાલુકાના તાડ કાછલાં અને કાનાબેડા ગામમાં સાંજના લગભગ 4થી 5 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button