આપણું ગુજરાત

ગુજરાતની શાળાઓમાં આ તારીખથી 35 દિવસનું ઉનાળું વેકેશન, સત્તાવાર પરિપત્ર જાહેર

ગાંધીનગર: રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર થઈ છે. જે મુજબ 9 મેથી 12 જુન ઉનાળું વેકેશન રહેશે. આ વેકેશન 35 દિવસનું રહેશે. 13 જુનથી પ્રાથમિક શાળાઓ શરૂ થશે. નાયબ શિક્ષણ નિયામકે વેકેશનને લઈ પરિપત્ર જાહેર કર્યો છે

ઉલ્લેખનિય છે કે શાળાઓમાં ઉનાળું વેકેશન ક્યારથી થશે તે અંગે કોઇ નિર્ણય કરવામાં ન આવતા શિક્ષકો મુંઝવણમાં મુકાયા હતા. ગઇકાલે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા પણ સત્વરે ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 9 મેથી રાજ્યમાં શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે.

રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે જણાવેલ તારીખે ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવેલ છે. ઉનાળુ વેકેશનનો સમયગાળો તા. 09/05/2024 થી તા. 12/06/2024 સુધી (૩૫ દિવસ) સુધી રહેશે. તા. 13/06/2024થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.

લોકસભા ચૂંટણી પ્રક્રિયામાં યુનિ.ના અધ્યાપકો તથા કર્મચારીઓ જોડાયેલા છે અને મોટાભાગના અધ્યાપકો ચૂંટણી તાલીમ તથા વ્યવસ્થાની કામગીરીમાં જોડાયેલા હોવાથી અધ્યાપકોને વેકેશન તથા અન્ય વાર્ષિક મળવાપાત્ર રજાઓનો લાભ ન મળે તેવી પરિસ્થિતિ ઉભી થતા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને રજૂઆત કરાઈ હતી.

જે અંતર્ગત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં આગામી તા.૯મી મેના રોજથી ઉનાળું વેકેશનનો પ્રારંભ થશે. ગત શુક્રવારે સરકાર તરફથી ઉનાળુ વેકેશનમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ શિક્ષણ વિભાગ દ્વારા તા.9 મે 2024 થી 23 જૂન 2024 કુલ-46 દિવસ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker