અમદાવાદઆપણું ગુજરાતદ્વારકા

ગુજરાતમાં 24 કલાકમાં 6 લોકોએ આત્મહત્યા કરી હતી, તંત્ર અને સમાજ માટે ચિંતાનો વિષય

સતત ભાગદોડ અને તાણવ ભર્યા જીવનને કારણે લોકોમાં હતાશા અને ડિપ્રેસન જેવી માનિસક બીમારીઓ વધતી જઈ રહી છે, એમાં ક્યારેક લોકો આત્મહત્યા જેવું અવિચારી આત્યંતિક પગલું ભરે છે. એવામાં ગુજરાતમાં એક દિવસના સમયગાળામાં બનેલા આત્મહત્યાના 3 બનાવોમાં 6 લોકોએ(Gujarat Suicide cases) જીવ ગુમાવ્યા છે, જે તંત્ર અને સમાજ માટે ચિંતાનો વિષય છે.

અમદાવાદમાં મકરબામાં 15 વર્ષીય સગીરાએ જીવન ટુંકાવ્યું:
અમદાવાદમાં મારકરબા વિસ્તારમાં 15 વર્ષની સગીરાએ બિલ્ડીંગ પરથી જંપલાવી આપઘાત કરી લીધો હતો. મંગળવારે રાત્રે મકરબા રોડ પર ઓર્કિડ વ્હાઇટફિલ્ડ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી કુદીને ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાએ જીવન ટુંકાવ્યું હતું. સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સ્થાનિકોએ પોલીસને જણાવ્યું કે સગીરાના પિતા બેંક મેનેજર છે. સગીરાની દાદીનું તાજેતરમાં જ અવસાન થયું હતું. તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે તેની દાદીની ખુબ નજીક હતી અને દાદીના મૃત્યુથી તે હતાશ હતી. મંગળવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે, સગીરા 10 માળની બિલ્ડીંગની ટેરેસ પર ગઈ અને ઉપરથી પડતું મુક્યું.

સરખેજ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે આ કેસમાં દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ.”

દ્વારકામાં એક જ પરિવારના ચાર સભ્યોની આત્મહત્યા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારગર ગામમાં બુધવારે એક જ પરિવારના ચાર સભ્યો એક દંપતી, તેમના યુવાન પુત્ર અને પુત્રીના મૃતદેહ ખેતર પાસે પડેલા મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રાથમિક તપાસ મુજબ અશોક ધુવા, તેની પત્ની લીલુબેન, પુત્ર જીજ્ઞેશ અને પુત્રી કિંજલે ઝેર ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું. શંકાસ્પદ ઝેરી પ્રવાહીની બોટલો તેમના મૃતદેહ પાસે પડી હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ “મૃતક દંપતી તેમની ઉંમર 40-50 વર્ષની વચ્ચે હતી, જ્યારે તેમના પુત્ર અને પુત્રીની ઉંમર 18-20 વર્ષની હતી. મૃતદેહો સાંજે ધારગર ગામમાં એક ખેતરમાં પડેલા મળી આવ્યા હતા.”

પ્રોફેસરે માતાની હત્યા કરે છે, પછી પોતાનો જીવ લીધો:
અમદાવાદના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચોકડી પાસેના મૈત્રેય ભગત નમન 42 વર્ષીય કૉલેજના પ્રોફેસરે કથિત રીતે તેની માતાની હત્યા કરી હતી અને આત્મહત્યા કરી લીધી હતી. અહેવાલ મુજબ મૈત્રેયનો મૃતદેહ છત સાથે બાંધેલા દોરડામાં લટકતો મળી આવ્યો હતો જ્યારે તેની માતા દત્તા ભગતનું ગળું છરી વડે કાપવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, GLS કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર મૈત્રેય અપરિણીત હતા અને પાલડી ફ્લેટમાં તેની માતા સાથે રહેતા હતા. પોલીસને શંકા છે કે મૈત્રેયે નાદુરસ્ત તબિયત અને એકલતાના કારણે આત્યંતિક પગલું ભર્યું હતું. તે હૃદયની બિમારી અને ડાયાબિટીસથી પીડિત હતો.

[ આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હો જેને મદદની જરૂર હોય, તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરો
વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ) ]

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…