ગુજરાત સ્વરાજ ચૂંટણીઃ જૂનાગઢ અને ચોરવાડમાં જબરી ઉલટફેર…

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને એક પછી એક ઝટકા બન્ને પક્ષને મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાની જ વાત કરીએ તો અહીંની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સ્પષ્ટવક્તા કહેવાતા અને મોટા નેતા ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે તો બીજી બાજુ કૉંગ્રેસના વિધાસભ્ય વિમલ ચુડાસમા ખુદ ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં હારી ગયા છે.
Also read : રાજ્ય સરકાર દ્વારા એક જ દિવસમાં 537.21 કરોડ રૂપિયાના વિકાસકાર્યોને મંજૂરી
આવી જ રીતે સમાજવાદી પક્ષના ધારાસભ્ય કાંધલ જાડેજાના વિધાનસભ્ય ક્ષેત્રની કુતિયાળા નગરપાલિકામાં ભાજપ આગળ છે. વંથલી, વલસાડમાં ભાજપ જીતમાં છે. સોનગઢ, ખેડબ્રહ્મા, માણસા, સાણંદ, તાલોદમાં પણ ભાજપ જીત્યું છે. ધરમપુરમાં અપક્ષ ઉમેદવાની જીત નોંધાઈ છે.
પરિણામોની શરૂઆતમાં ભાજપ અગ્રેસર હોવાનું જણાઈ રહ્યું છે.
વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર