મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને શું આપી દિવાળી ભેટ? જાણો વિગત | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને શું આપી દિવાળી ભેટ? જાણો વિગત

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જુલાઈ, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો હતો.

મુખ્ય પ્રધાનના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જુલાઈ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો: ગાંધી જયંતી: CM ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરીને ‘વોકલ ફોર લોકલ’ને આપ્યો વેગ

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૬૯ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૮૨ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.૪૮૩.૨૪ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.૧૯૩૨.૯૨ કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે કરાશે. મુખ્ય પ્રધાન કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની સૂચનાઓ પણ આપી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button