આપણું ગુજરાત

પર્યટકોનું પ્રિય ગુજરાત, વિદેશી પર્યટકોને આકર્ષવામાં ત્રીજા ક્રમાંકે

અમદાવાદઃ પર્યટન ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક ફલક પર જાણીતું અને માનીતું બન્યું છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઇન્ડિયા ટુરિઝમ ડેટા કમ્પેન્ડિયમ 2025 અનુસાર, 2024 માં ગુજરાત ભારતમાં વિદેશી પ્રવાસીઓ દ્વારા ત્રીજા ક્રમે સૌથી વધુ મુલાકાત લેવાયેલા રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. દેશમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આગમન વધીને 20.57 મિલિયન થયું છે, જે પાછલા વર્ષ કરતાં 8.89% નો વધારો દર્શાવે છે.

સત્તાવાર માહિતી અનુસાર, વર્ષ દરમિયાન વિદેશી પ્રવાસીઓની મુલાકાતો માટે ટોચના પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર ૩.૭ મિલિયન વિદેશી પ્રવાસીઓ સાથે ટોચ પર છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળ ૩.૧ મિલિયન સાથે બીજા ક્રમે છે. ગુજરાતે ૨.૨૭૪ મિલિયન વિદેશી પ્રવાસીઓની મુલાકાત સાથે ત્રીજા ક્રમાંકે છે, જે ઉત્તર પ્રદેશ (૨.૨૬ મિલિયન) અને રાજસ્થાન (૨.૦૭ મિલિયન) કરતા થોડું જ આગળ છે. ગુજરાતમાં અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટી અને તેના ૬૦૦ વર્ષ જૂના વારસાથી લઈને સાસણ ગીરના જંગલના રસ્તાઓ, કચ્છના રણ અને ધોળાવીરામાં હેરિટેજ ટૂરિઝમનો સમાવેશ થાય છે.

અમદાવાદ અને અન્ય દેશોની એર કનેક્ટિવિટી વધી હોવાથી પણ વિદેશીઓ માટે ગુજરાતની મુલાકાત સરળ બની છે. આ સાથે એનઆરઆઈ પોતાના પરિવારને મળવા આવે ત્યારે ગુજરાતના પર્યટન સ્થળોની મુલાકાત લેવાનું પણ પસંદ કરે છે અને ઘમા કોર્પોરેટ હાઉસ અહીં હોવાતી તેના કર્મચારીઓ વિદેશની કામકાજે આવે ત્યારે પણ અમુક સાઈટ્સની મુલાકાત લેતા હોય છે. દેશમાં આવતા કુલ વિદેશી પર્યટકોમાંથી 10.86 ટકા ગુજરાતની મુલાકાતે 2024માં આવ્યા હતા જ્યારે ડોમેસ્ટિક ટૂરિઝમમાં ગુજરાતનુ યોગદાન 7 ટકા હોવાનું અહેવાલ જણાવે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button