આપણું ગુજરાત

ગુજરાત એસટીમાં હવે ડિજિટલ પેમેન્ટઃ યુપીઆઈથી ખરીદો ટિકિટ

ગુજરાત એસટી સેવાઓ હાઈટેક થઈ રહી છે. સરકારી સેવાઓ પણ ડિજિટલ પેમેન્ટનો માર્ગ અપનાવે તે ખૂબ જરૂરી છે. ગુજરાતમાં હવે એસટી બસ સેવાએ ડિજિટલ પેમેન્ટ સેવા પણ આપવાનું શરૂ કર્યું છે. આથી ગુજરાત એસટીના મુસાફરોએ હવે છુટ્ટા પેસાની ઝંઝટમાં પડવું નહીં પડે મોબાઈલની મદદથી યુપીઆઈ દ્વારા પમેન્ટ થઈ જશે.
આજથી એસટી બસમાં UPIથી પેમેન્ટ કરવાનો પ્રારંભ થઈ ગયો છે. હવેથી મુસાફરો બસમાં (QR CODE) બેઠા પછી સ્વાઈપ કરીને પણ ટીકિટ લઈ શકશે. એસટી બસમાં ડિજિટલ પેમેન્ટ સુવિધા ઉભી કરતા કંડક્ટરોને પણ રાહત મળશે.


પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત એસટી નિગમની આજે 40 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી ડેપોમાંથી લીલીઝંડી બતાવીને નવી બસોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એક વર્ષમાં એસટી વિભાગમાં નવી બસો સામેલ કરવામાં આવી છે. દરેક બસમાં મુસાફરોને સારી સુવિધાઓ મળશે. આવનારા વર્ષમાં નવી બે હજાર જેટલી બસો લાવવામાં આવશે. એસટી નિગમની બસોમાં નવા બે હજાર UPI મશીન આપવામાં આવ્યાં છે.


હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળો પર આગામી સમયમાં દિવાળીનો તહેવાર હોવાથી એસટી વિભાગ મુસાફરોની સુવિધાઓને લઈને તૈયાર થઈ ગયો છે. એસટી નિગમ દ્વારા ટુ સિટર બસ બનાવવામાં આવી છે. જેમાં 40 બસ પૈકી અમદાવાદને 15 અને મહેસાણાને 7 બસો ફાળવવામાં આવી છે. તે ઉપરાંત વડોદરાને 10, ગોધરાને 6 અને ભરૂચને બે બસો ફાળવાઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ