આપણું ગુજરાત

Gujarat S.T. નિગમને ડિજિટલ ટ્રાન્જેક્શનથી વર્ષમાં 30 કરોડની આવક

ગાંધીનગર : ગુજરાતમાં એસ.ટી.બસમાં(GSRTC)મુસાફરી કરતાં લોકોને હવે છૂટા પૈસાની માથાકૂટમાંથી છુટકારો મળ્યો છે. જેની માટે એસ.ટી.નિગમે નવતર પ્રયોગ હાથ ધરીને ડિજિટલ ટ્રાન્જેક્શન દ્વારા ટિકિટ મળી શકે તેવી વ્યવસ્થા કરી છે. જેમાં મુસાફરો બસની અંદર જ ટિકિટીંગ મશીનમાં ડાયનામિક QRના માધ્યમથી ડિજિટલ ટ્રાન્જેક્શન દ્વારા ટિકિટ મેળવી શકે છે. તેની માટે ગત વર્ષે કુલ 1850 થી વધુ બસોમાં 3000થી વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા હતા. તેમજ QR પેમેન્ટના માધ્યમથી છેલ્લા એક વર્ષમાં 37 લાખ કરતા વધુ મુસાફરોએ નિગમને રૂપિયા 30.53 કરોડથી વધુની આવક કરાવી છે.

3000 સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટ મશીન ઉપલબ્ધ

જેની માટે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં ચાર વિભાગના 3000 સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં QR આધારિત UPI પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મુસાફરો પોતાના ફોનથી UPI અથવા ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડ મારફતે પોતાની ટિકિટ લઇ શકે છે.જો કોઈ કારણસર મુસાફરનું ટ્રાન્જેક્શન રદ થાય તો માત્ર એક જ કલાકમાં મુસાફરોને તેમની રકમ પરત ડિજિટલ માધ્યમ થકી પોતાના બેંક એકાઉન્ટમાં પરત મળી જશે.

Also read: હર ઘર તિરંગાઃ ભુજમાં 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી…

દૈનિક રૂપિયા 13 લાખની આવક

ઉલ્લેખનીય છે કે, નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગત વર્ષે 25 ઓક્ટોબર 2023 ના રોજ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટીંગ મશીનનું રાજ્યવ્યાપી લોકાર્પણ કર્યું હતું. ગુજરાત એસ.ટીમાં સરેરાશ 15 હજાર જેટલા મુસાફરો ડિજિટલ ટ્રાન્જેક્શનના માધ્યમથી એસ.ટી. નિગમને દૈનિક રૂપિયા 13 લાખની આવક કરાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button