આપણું ગુજરાત

હવે ગ્રાન્ટ નહીં, સીધી સ્પોર્ટ્સ કિટ મળશે: ગુજરાતની શાળાઓમાં રમતો માટે નવી પહેલ…

અમદાવાદ: ગુજરાતની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળકો માટે રમત-ગમતના વિવિધ સાધનો સાથેની કુલ ૩૪,૪૮૩ સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે. કુલ રૂ. ૨૯.૪૫ કરોડથી વધુના ખર્ચે આપવામાં આવનાર આ સ્પોર્ટ્સ કીટમાં બાળકો માટે ૩૦ પ્રકારના રમત-ગમતના સાધાનો આપવામાં આવશે.

દરેક જિલ્લામાં ક્લસ્ટર કક્ષા સુધી વિતરણ કરાશે
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર આ સ્પોર્ટ્સ કીટ શાળા દીઠ તૈયાર કરી, રાજ્યના દરેક જિલ્લામાં ક્લસ્ટર કક્ષા સુધી વિતરણ કરવામાં આવશે. જેમાં ઝોન-૧માં અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ઝોન-૨માં અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા, બોટાદ, કચ્છ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, ઝોન-૩માં અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર–સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા, ઝોન-૪માં આણંદ, છોટા-ઉદેપૂર, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ તેમજ ઝોન-૫માં ભરૂચ, નર્મદા, નવસારી, સૂરત, સૂરત મહાનગરપાલિકા, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા મહાનગરપાલિકા અને વલસાડ જિલ્લામાં મળીને કુલ ૩૪,૪૦૦થી વધુ સ્પોર્ટ્સ કીટો ફાળવવામાં આવશે.

હવે ગ્રાન્ટ નહી સ્પોર્ટ્સ કીટ જ અપાશે
સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા વર્ષ-૨૦૨૨માં તમામ સરકારી સ્કૂલોને સ્પોર્ટ્સના સાધનો ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. આ વખતે સરકારી શાળાઓમાં સીધી સ્પોર્ટ્સ કીટ જ આપવામાં આવશે.વિદ્યાર્થીઓને આપવામાં આવનાર સ્પોર્ટ્સ કીટમાં કેરમ બોર્ડ, અલગ અલગ સાઈઝના ક્રિકેટ બેટ, બેડમિન્ટન, શટલ કોક, ફુટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, ડિસ્કસ, શોટ પુટ રબર, જ્વેલીન, ચેસ સેટ, સ્કિપીંગ રોપ, હર્ડલ સેટ, માર્કિંગ કોન્સ સેટ, રિલે બેટન સેટ, સોસર કોન્સ સેટ, ટેની કોઈટ, ક્રિકેટ સ્ટમ્પ સેટ, ટેનિસ બોલ સોફ્ટ, ટેનિસ બોલ હાર્ડ, સ્ટોપ વોચ તેમજ એર હેન્ડ પંપનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button