આપણું ગુજરાત

Gujarat માં સિંગતેલના ભાવમાં ભડકો, જાણો કેટલો ભાવ વધ્યો

રાજકોટ: ગુજરાતમાં(Gujarat) સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ છેલ્લા 3 દિવસમાં ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. જેમાં 15 કિલો ડબ્બાના ભાવ રૂપિયા 2610 થી 2660 પહોંચ્યા છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ હોય રાજ્યમાં મુખ્યત્વે સિંગતેલ ખાવાનું ચલણ વધારે છે. સનફલાવર તેલનો વપરાશ પણ વધી રહ્યો છે.

ખેડૂતો ફરી મગફળી તરફ વળ્યા

આ વર્ષે મગફળીનું પણ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. પરંતુ ગત વર્ષે ગુલાબી ઈયળ અને કપાસના ભાવ ન મળતા ખેડૂતો ફરી મગફળી તરફ વળ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. ગત વર્ષ કરતા આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર વધુ કરવામાં આવશે.

કાચા માલની આવક ઘટતા ભાવ વધારો

સાતમ આઠમના તહેવાર તથા લગ્નપ્રસંગોની શરૂઆત થતાની સાથે જ ફરીને ભાવ ઉંચકાશે તેમ માનવામા આવી રહ્યું છે. હાલ તો સિંગતેલના ભાવમાં વધારો થતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. બજારમાં મગફળી સહિતના કાચા માલની આવક ઘટતા ભાવ વધારો થયો છે.

સિંગતેલના ભાવમાં સતત વધારો

સામાન્ય લોકો પર સતત મોંઘવારીનો માર વધી રહ્યો છે. આ વર્ષની શરૂઆતથી જ ખાદ્યતેલમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે. મગફળીની જે આવક છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પીલાણમાં નથી જતી. આ કારણે સિંગતેલ સતત મોંઘુ થતુ જઈ રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…