Surat માં નવરાત્રી દરમ્યાન સગીરા પર ગેંગરેપ, પોલીસે બે આરોપીની ધરપકડ કરી ત્રીજાની શોધખોળ ચાલુ
સુરત : ગુજરાતના સુરત( Surat Gangrape)જિલ્લામાં સગીરા પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરતના માંગરોળ તાલુકાના બોરસરા ગામમાં નવરાત્રિના તહેવાર દરમિયાન મિત્રો સાથે ગયેલી 17 વર્ષની સગીરા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો. સુરત ગ્રામીણ પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જણાવ્યું હતું કે બોરસરા ગામની સીમમાં આવેલા અવાવરુ સ્થળે મંગળવારે રાત્રે 11 વાગ્યે સગીરા પર બળાત્કાર થયો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના સ્થળ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.
| Also Read: ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત? Suratમાં સગીરા પર દુષ્કર્મની ઘટના
પોલીસે ડોગ સ્કવોડની મદદ લીધી
જો કે આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં શોધખોળ આરંભી દીધી છે. તેમજ બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. જ્યારે ત્રીજા આરોપીને શોધવામાં આવી રહ્યો છે. આ ઘટનાની જાણ થતા સુરત જિલ્લા રેન્જ IG,સુરત જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે હાલ વધુ તપાસ માટે પોલીસે ડોગ સ્કવોડની મદદ લીધી છે.
સુરતમાં સગીરા સાથે ગેંગરેપ
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, સગીર યુવતી કોચિંગ બાદ તેના મિત્રોને મળવા ‘કિમ’ ગઈ હતી. આ સમય દરમિયાન, રાત્રે લગભગ 10 વાગ્યે, તેણે તેના બે મિત્રો સાથે આઇસક્રીમ ખાધો હતો. આ પછી સગીર તેના બે પુરુષ મિત્રો સાથે મોટા બોરસરા ગામ પાસે નિર્જન જગ્યાએ બેઠી હતી. આ દરમિયાન ત્રણ લોકો તેમની પાસે આવ્યા હતા. આ ઘટના દરમિયાન જ્યારે ત્રણેય આરોપીઓએ યુવતીને પકડી લીધી ત્યારે યુવતીના મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા.
| Also Read: પાટનગરમાં 34 વર્ષના ડોક્ટરે ભર્યું અંતિમ પગલું, સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે…
બે પરપ્રાંતીય આરોપીને દબોચી લીધા
જોકે ગણતરીના કલાકોમાં પોલીસે સામૂહિક દુષ્કર્મના બે પરપ્રાંતીય આરોપીને દબોચી લીધા છે. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે. આ ઘટનામાં સંડોવાયેલા ત્રણે આરોપીમાંથી બેની ઓળખ કરી લેવામાં આવી છે અને એક બાઇક પણ જપ્ત કરવામાં આવી છે. જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.