Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં બે માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત, પોલીસે તપાસ શરૂ કરી…

અમદાવાદ : ગુજરાતના મોરબી અને અમરેલીમાં બે રોડ અલગ અલગ રોડ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. જેમાં પ્રથમ અકસ્માત મોરબી જીલ્લાના માળિયા વિસ્તારમાં થયો હતો. જેમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તેમજ અમરેલીમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

દ્વારકા દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને વાહને ટક્કર મારી

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળિયા-પીપળીયા હાઇવે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. દ્વારકા દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ચાચાવદરડા ગામના પાટિયા પાસે પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત થયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના 11 શ્રદ્ધાળુઓ દ્વારકા તરફ ચાલીને જઈ રહ્યા હતા. આ વાહને પાંચ લોકોને ટક્કર મારી હતી અને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના અવસાન થયા હતા અને એક વ્યકિત ઘાયલ થઈ હતી.

ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

આ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ અમરાભાઈ ચૌધરી, ભગવાનભાઈ ચૌધરી, હાર્દિક ચૌધરી અને દિલીપભાઈ તરીકે થઈ છે. આ અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. જયારે ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી. પોલીસ અજાણ્યા વાહન અને ડ્રાઇવરની તપાસ કરી રહી છે.

અમરેલીમાં કાર બેકાબૂ થતા ઝાડ સાથે અથડાઈ

જયારે બીજો અકસ્માત અમરેલી જિલ્લામાં સર્જાયો હતો. જેમાં એક કાર બેકાબૂ થઈ રોડ પરથી ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ હતી. બગસરાના હડાળા નજીક ડેરી પીપળીયા પાસે આ અકસ્માત થયો. આ કારમાં કુલ ચાર લોકો સવાર હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. તેમજ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્રણેય મૃતકો જૂનાગઢ જિલ્લાના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

રાજ્યમાં સર્જાયેલા અકસ્માતમાં બાદ મૃતકોના પરિવારજનો શોકમાં છે. પોલીસે બંને કેસોની તપાસ શરૂ કરી છે. હિટ-એન્ડ-રન કેસમાં આરોપી ડ્રાઇવરની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે અમરેલી અકસ્માતના કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…અમરેલીમાં કાર પલટીને ખેતરમાં ઘૂસી, સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં સાત લોકોના પ્રાણ પંખેરૂ ઊડી ગયા!

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button