આપણું ગુજરાત

ગુજરાતમાં 2022થી નવેમ્બર 2024 સુધીમાં કેટલા કરોડ Aadhaar Authentications થયા? આંકડો જાણીને ચોંકી જશો

ગાંધીનગરઃ રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૨ થી નવેમ્બર- ૨૦૨૪ સુધીમાં અંદાજે ૮૮ કરોડ ‘Aadhaar Authentication’ નોંધાયા છે. જ્યારે વિવિધ વિભાગોમાંથી સરેરાશ માસિક ૦૫ કરોડ અને દરરોજ સરેરાશ ૨૨ લાખ જેટલી આધાર ઓથેન્ટિકેશનની અરજી પર સફળતાપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૮ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨ કરોડ તેમજ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ૪૮ કરોડ, એમ કુલ ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ રાજ્યભરમાં નોંધાયા છે.

ડિજિટલ ગુજરાતના મંત્રને ચરિતાર્થ કરવા ગુજરાતના વિવિધ વિભાગો દ્વારા લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર- DBT માધ્યમથી સહાય ચૂકવવાના ઉમદા આશયથી વર્ષ ૨૦૨૨થી ૨૪ સુધીમાં રાજ્યની ૦૯ વિભાગોની ૨૦૦થી વધુ યોજનાઓની નોંધણી કરવામાં આવી છે.

ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન
ઓથેન્ટિકેશનના વેરિફિકેશનને વધુ સચોટ બનાવવાના ઉમદા હેતુથી ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યમાં નાણાકીય વર્ષ ૨૦૨૨થી નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ફેસ ઓથેન્ટિકેશનની એપ્લિકેશનના માધ્યમથી ૬૦ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ છે.

Also read: Good News: રાજ્ય સરકાર ખેડૂતો માટે ટેકાના ભાવે કરશે ઘઉંની ખરીદી, જાણો નોંધણીની તારીખ

સિંગલ સાઈન ઓન એપ્લિકેશન
રાજ્યના નાગરિકો બહુવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઓનલાઈન ઘરે બેઠા લઇ શકે તે માટે સિંગલ સાઈન ઓન એપ્લિકેશન બનાવામાં આવી છે. નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી આગવી ઓળખ બનાવે છે. જે સરકારી સેવાનો લાભ લેવા આંતર વિભાગો સાથે સુરક્ષિત ડેટા કેપ્ચર- શેયર કરશે.

આ સિસ્ટમ થકી રાજ્યની સરકારી સેવાઓ- યોજનાઓનો લાભ નાગરિકોને આંગળીના ટેરવે મળી રહ્યો છે. ઉપરાંત આ પેપરલેસ વર્કના માધ્યમથી સમય અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

આધાર ઓથેન્ટિકેશન શું છે ?
આધાર ઓથેન્ટિકેશન એ વ્યક્તિની ઓળખને માન્ય કરવાનું એક પ્રક્રિયાત્મક સાધન છે, જેમાં આધાર નંબર, વ્યક્તિના બાયોમેટ્રિક અથવા ડેમોગ્રાફિક વિગતોનો ઉપયોગ કરીને તેમની ઓળખની પુષ્ટિ કરવામાં આવે છે. આ પ્રક્રિયા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા- UIDAI દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે, જે નાગરિકોની વ્યક્તિગત માહિતીની ખરાઈ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button