આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં GST આવકમાં 11.23 ટકાનો વધારો: કેન્દ્ર સરકારે 10,693.47 કરોડનું વળતર ચુકવ્યું…

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં CAGનો અહેવાલ રજૂ થયો હતો જેમાં ગુજરાત સરકારના નાણાકીય હિસાબોના ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સની સકારાત્મક ચિત્ર જોવા મળ્યું હતું. વર્ષ 2023 24 દરમિયાન 52,154.23 કરોડની સરખામણીએ 5855.63 કરોડ એટલે કે 11.23 ટકાનો વધારો નોંધાયો છે.

રાજ્યએ 2023-24 દરમિયાન જીએસટીના અમલીકરણને કારણે ઊભી થતી આવકમાં નુકસાનને કારણે કેન્દ્ર સરકાર દ્વારા 10,693.47 કરોડનું વળતર મેળવ્યું છે. તદુપરાંત, રાજ્યએ રાજ્યના અધિકતમ કરજ બાબત નાણા પંચ દ્વારા નિયત કરયેલ નિયમો હેઠળ ગણતરીમાં ન લેવાના હોય તેવા જીએસટી વળતરના બદલે કેન્દ્ર સરકાર તરફથી 2023-24(31માર્ચ, 2024ના રોજ 222,261.21 કરોડના કુલ એક પછી એક લોન)ના વર્ષ દરમિયાન બેક ટુ બેક લોન તરીકે કોઇપણ વળતર સ્વીકાર્યું ન હતું.

2023-24ના વર્ષ દરમિયાન RBIએ નોંધેલા રાજ્ય જીએસટી (SGST) આંકડા અને નાણા હિસાબોમાં નોંધાયેલા આંકડા વચ્ચે કોઈ તફાવત નહોતો. વર્ષ 2013-14 દરમિયાન 20.21 કરોડનું ખર્ચ મહેસૂલ અનુભાગના બદલે મૂડી અનુભાગ હેઠળ ખોટીરીતે નોંધવામાં આવ્યું હતું. કારણ કે, ખર્ચના હેતુસર રાજ્યએ તેમ કરવા નક્કી કર્યું હતું. પ્રાપ્તિ/મૂડી ખર્ચ અંગેના ખોટા વર્ગીકરણની અસર ફકરા 6 હેઠળ આપવામાં આવી છે. પ્રાપ્તિ ખર્ચ 20.21 જેટલું ઓછું દર્શાવવમાં આવ્યું હતું.

વર્ષ 2023-24 દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા 22,16,906.47 કરોડની પ્રાપ્તિ (62,22,762.73 કરોડની કુલ પ્રાપ્તિના 97.37 ટકા) અને રૂ 1,73,276.39 કરોડનો ખર્ચ (21,89,285.70 કરોડના કુલ ખર્ચના 91.54 ટકા) અને 6,53,750.98 કરોડનું મૂડી ખર્ચ ( 2,55,679.25 કરોડ મૂડી ખર્ચના 36.54 ટકાનો હિસાબમેળ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી લોન અને પેશગી 2661.61 ( રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી કુલ લોન અને પેશગીના 100 ટકા)નો હિસાબ મેળ કરવામાં આવ્યો હતો.

છેલ્લા ૨૦૨૩-૨૪ના વર્ષની સરખામણીમાં, રૂ.૧,૯૨,૬૦૮.૪૯ કરોડ ( રૂ.૧,૯૯૪૦૮.૩૨ કરોડ કુલ પ્રાપ્તિના ૯૬.૫૯ ટકા) અને રૂ.૧,૬૫,૪૩૩.૬૧ કરોડ મહેસૂલ ખર્ચ(રૂ.૧,૭૯,૫૪૩.૨૯ કરોડ કુલ ખર્ચના ૯૨.૧૫ ટકા) અને ર્૩૪,૨૦૪.૭૯ (૬૩૫,૪૯૮.૮૨ મૂડી ખર્ચના ૯૬.૩૫ ટકા)નો રાજ્ય સરકાર દ્વારા હિસાબ મેળ કરવામાં આવ્યો હતો. ર્૧,૪૬૫.૭૮ (રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ કુલ લોન અને પેશગીઓના ૧૦૦ ટકા)ની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી લોન અને પેશગીઓનો છેલ્લા વર્ષ દરમિયાન હિસાબમેળ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : વડનગરથી મળી આવેલા હાડપિંજરનાં DNA રિપોર્ટે ખોલ્યો રહસ્ય પરથી પડદો

ગુજરાત સરકારના ૩૧મી માર્ચ ૨૦૨૪ના રોજ પૂરાં થતા વર્ષના નાણાકીય હિસાબો દર્શાવતું આ સંપાદન, રાજ્યના એકત્રિત ફંડ અને આકસ્મિકતા નિધિ અને જાહેર હિસાબમાંથી અથવા/અને તેમાં લેવડદેવડ સમાવિષ્ટ કરતા વર્ષ માટેની રાજ્યની નાણાકીય સ્થિતિ અને વર્ષ દરમિયાનની સરકારની પ્રાપ્તિઓ અને ચુકવણીઓના હિસાબ દર્શાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button